જોડીયા પંથકમાં ખનીજ માફિયાઓઉપર ત્રાટકતી જોડીયા પોલીસ

જોડિયા પંથકની આજી નદીના પટમાં ખનીજ ચોરો પર પોલીસ ત્રાટકી, હિટાચી, બે ડમ્પર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો


જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ખનીજ માફિયાઓનું સામ્રાજ્ય અવિરત ચાલુ રહેતુ હોય તેવું જોવા મળી રહ્યું છે. જોડિયા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કર્યા બાદ પણ ફરીથી ખનીજ માફિયાઓ સક્રિય બની જાય છે. ત્યારે આજી નદીના પટમાં સ્થાનિક પોલીસે રેડ કરી હતી. જે દરમિયાન બે ડમ્પરો અને હિટાચી સહિતના વાહનો કબ્જે કરી ખનીજ ચોરી અંગેનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

આ અંગેની વિગત મુજબ, જોડિયા પંથકમાં નદીના પટ વિસ્તારમાં અવાર-નવાર ખનીજ ચોરી કરાતા સ્થળે પોલીસ દ્વારા રેડ દરમિયાન કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સ્ટેટ વીજીલન્સ દ્વારા રેડ પાડવામાં આવે છે પરંતુ આ કાર્યવાહી બાદ થોડા સમય પછી ફરીથી ખનીજ ચોરો સક્રિય બની જતાં હોય છે. દરમિયાન જોડિયા નજીક આવેલી આજી નદીના પટમાં ખનીજ ચોરી કરાતી હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે આજે વહેલી સવારે રેડ દરમિયાન અશોક નામના લીઝધારક દ્વારા તેની લીઝમા નિયમોનું પાલન કર્યા વગર અથવા તો લીઝના બહારના ભાગમાંથી ચોરી કરાતી હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે રેડ દરમિયાન એક હિટાચી મશીન અને બે ડમ્પરો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ખનીજ ચોરી અંગે ખાણ- ખનીજ વિભાગને જાણ કરી હતી. જેના આધારે ખાણ ખનીજ વિભાગે કેટલી ખનીજ ચોરી કરવામાં આવી છે ? તે અંગેની સર્વે કામગીરી હાથ ધરી હતી.

જોડીયા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જોડિયા વિસ્તારમાં એક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે ત્યાં વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ જ રેતી ભરેલી ગાડી જવા દેવામાં આવે છે તેવી જોડીયા પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ખનીજ ચોરી અટકી શકે બીજી તરફ જ્યારે જોડિયા પોલીસ છેલ્લા ચાર દિવસથી નદીના પટમાં ચાલતી ખનીજ ચોરી પર ચેકિંગ કાર્યવાહી કરી રહી છે ત્યારે પોલીસને બાતમી મળતાની સાથે જ તાત્કાલિક રેડ કરવામાં આવે છે અને ખનીજ ચોરોમાં પણ ફફડાટ મચી ગયો છે.

જોડિયા પોલીસ દ્વારા છેલ્લા છ મહિનાની અંદર 50 જેટલા વાહનોનો રિપોર્ટ ખાસ ખનીજ ખાતામાં કરવામાં આવ્યો છે તેમજ જોડિયા વિસ્તારમાં ચાલતી રેતીની લિસ્ટ કેન્સલ કરાવવા માટે પણ ત્રણથી વધું રિપોર્ટ ખાણ ખનીજને કરવામાં આવ્યો છે


પોલીસ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક રેતીની લીઝ બંધ કરવામાં આવી હતી. જ્યાં એલપીજી ગેસ પાઇપલાઇન નીકળતી હતી તેમજ એલપીજી ગેસની પાઇપલાઇન ઉપરથી રસ્તો જતો હતો તે રેતીની લીઝ પોલીસે તપાસ કરી તાત્કાલિક ધોરણે બંધ કરાવી હતી. જે કાળા વરુ નામના લિસ્ટ ધારકની લીઝ હતી. એલપીજી લાઈન વચ્ચે આવતા અને લોકોની સેફટી માટે પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આ લિઝ ફક્ત બે દિવસ ચાલુ રહી હતી. પોલીસ દ્વારા તપાસ કરી લીઝ પર એલપીજી લાઈન હોવાથી જેને પંદર દિવસ પહેલા લિસ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને બંધ કરી દેવામાં આવી હતી જ્યારે હાલ તો જોડિયા પોલીસના પીએસઆઇ રવિરાજસિંહ ગોહિલ દ્વારા ખનીજ ચોરી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.


દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999


Post a Comment

0 Comments