મોટી સંખ્યામાં ઝડપાયેલા નબીરાઓને છોડાવવા માટે મોટી હસ્તીઓ ચોકી માં પોલીસ ઉચ્ચ અધિકારી સાથે બંધ બારણે મિટિંગ થઈ ગયા બાદ અમુક ને છોડી દેવાયા હોવાની હવાઈ ચોક માં ચર્ચાઓ એ જોર પકડયો છે
જામનગર ખંભાડિયા નાકા વિસ્તારમાં આવેલ ન્યુ સ્કૂલ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે નબીરાઓની દારૂની પાટી પર ગઈકાલે શુક્રવારે રાત્રે દરોડો કરી મોટી સંખ્યામાં નબીરાઓને ઝડપી લીધા હતા અને દારૂની બોટલો પણ કબ્જે કરી હતી અને તેમને છોડાવવા દોડધામ શરૂ થઇ હતી સીટી એ ડિવિઝનના પીઆઈ પણ ખંભાળિયા ગેઈટ પોલીસ ચોકી દોડી આવ્યા હતા અને પોલીસ ચોકી બહાર માણસોનો જાણે મેળો લાગ્યો હોય તેમ લોકો એકઠા થયા હતા લોકો માં ચર્ચા છે કે અમુક મોટા માથા અને તેમના સગા ઓ એન કેન પ્રકારે છોડી દેવામાં આવ્યા હોઈ અને દર્શાવેલ નબીરાઓ અને દારૂ ની બોટલ હોઈ તેના કરતા વધુ હોઈ તેવી ખંભાળિયા નાકા અને હવાઈ ચોક વિસ્તાર માં લોક ચર્ચાઓ થઈ રહી છે!!
જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા શેઠ ભગવાનદાસ રોડ પર જોઈસર ના ડેલાથી ઓળખાતી જગ્યા સ્થિત એક મકાનમાં ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના પીએસઆઈ એમ.કે. બ્લોચ તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલા જીત જોઈસર નામના આસામીના મકાનમાં અંગ્રેજી શરાબની મહેફિલ માણતા કં ુભારવાડામાં રહેતા ધવલ રાજેશભાઈ ફલીયા, બેડીના શૌકત ઉમરભાઈ સાયચા, ખંભાળિયાના દર્શન દિલીપભાઈ મોદી, મીઠાપુરના નિલેશ રાજમલભા માણેક, ખોડિયાર કોલોની પાસે દિવ્યમ્ પાર્કમાં રહેતા રામભાઈ પરબતભાઈ ઓડેદરા, દિ. પ્લોટમાં રહેતા રવિ નવીનભાઈ ગોરી, નહેરના કાંઠે રહેતા પંકજ દિનેશભાઈ મુંજાલ, જનતા સોસાયટી પાછળ સર્વોદય સોસાયટીમાં રહેતા અનિરૂદ્ધ સિંહ રતનસિંહ સરવૈયા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી એક ૧૦૦ એમએલ દારૂવાળી બોટલ, 300 એમએલ દારૂ ભરેલી બીજી બોટલ તથા એક ખાલી બોટલ મળી ત્રણ બોટલ કબજે કરી છે. તમામ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ ગઈકાલે એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હતો તેમાં એકઠા થયેલા કેટલાક વ્યક્તિઓમાંથી ઈંગ્લીશ દારૂની મહેફિલ માણવાનું નક્કી થયા પછી પીવાનો શોખ ધરાવતા વ્યક્તિઓ જોઈસરના ડેલામાં જીત જોઈસરના મકાનમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ મહેફિલ માંડી હતી. ત્રણ બોટલ પુરી થવા પર હતી ત્યારે પોલીસને તેની કોઈએ બાતમી આપતા ખંભાળિયા નાકા પોલીસચોકીના પીએસઆઈ એમ.કે. બ્લોચ તથા સ્ટાફ ધસી ગયા હતા.
તે મકાનનું બારણું ખોલાવી પોલીસે અંદર જોતા આઠ શખ્સ નશો કરવા બેસેલા જોવા મળ્યા હતા. પોલીસે તેઓની સામે ગુન્હો નોંધ્યો છે. તે દરમિયાન સમગ્ર લત્તામાં દરોડાની જાણ થતાં તે મકાનની બહાર ટોળુ એકઠું થઈ ગયું હતું. કર્ણોપકર્ણ ફરતી વાતો મુજબ મહેફિલમાં અન્ય કેટલાક વ્યક્તિઓ પણ હતા. આ વ્યક્તિઓને જવા દેવાયા હતા અથવા તેઓ દરોડા પહેલાં નીકળી જવામાં સફળ રહ્યા હતા. સ્થળ પરથી કોઈ ફોન, વાહન કે અન્ય મુદ્દામાલ કબજે કરાયો નથી. આ દરોડામાં શ્રીમંત વેપારીઓ ઝડપાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર પસરી છે
0 Comments