શહેરને સ્માર્ટ બનાવવા મેદાનમાં ઉતર્યા બન્ને ધારાસભ્યો,શહેરના વિવિધ સ્થળોએ લોકોને સર્વે અંગે માહિતગાર કરાયા

સત્ય કા સામના ન્યૂઝ જામનગર:
જામનગરની દક્ષિણ અને ઉત્તરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ રીવાબા જાડેજાએ આજે વિવિધ ત્રણ સ્થળોએ જઈ મહાનગરપાલિકાના ઇન્ડેક્ષ સર્વેમાં લોકોને ભાગ લેવા અપીલ કરી હતી. જે અંતર્ગત આયોજીત જનજાગૃતિના જાહેર કાર્યક્રમમાં જોડાયા હતી. લોકોને આ સર્વેક્ષણમાં ભાગ લેવા જાગૃત કર્યા હતા.

ધારાસભ્ય રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરીએ જામનગર શહેરના રણમલ તળાવ ખાતે સવારે 7.30 વાગ્યે, બેડીનાકા વિસ્તાર ખાતે સવારે 11.00 વાગ્યે, ચાદીબજાર ખાતે બપોરે 12.00 વાગ્યે જઈ લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ સાજે 05:00 કલાકે ડી.કે.વી, સર્કલ, 06:00 કલાકે ક્રિસ્ટલ મોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે અને જાહેર જનતાને સર્વેક્ષણ માટે જાગૃત કરી આહવાન કરશે.

ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા સમગ્ર દેશમાં ઈઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ સર્વેક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જે તે શહેરના નાગરીકો દ્વારા સિટીઝન ફીડબેક આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નાગરીકો પોતાના શહેરમાં રહેલી સુવિધાઓ વિષે સરકારને જણાવી શકે છે. માત્ર 17 જેટલા સામાન્ય વૈકલ્પિક પ્રશ્નોના ઓનલાઈન જવાબો આપવાના રહે છે જેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વિજળી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ પ્રત્યુતર દ્વારા જવાબો પ્રાપ્ત થવાથી આગામી સમયમાં સરકાર દ્વારા જે તે શહેરમાં વિકાસ માટેની નવી દિશા અને આયોજનની રૂપરેખા તૈયાર થઇ શકે. આ અંતર્ગત જામનગર શહેરની ઇન્ડેક્ષ સર્વેની કામગીરી જામનગર મહાનગરપાલિકાને સોપવામાં આવી છે. આ સર્વેમાં ઓનલાઈન ફિડબેક દ્વારા વધુમાં વધુ લોકો સર્વેક્ષણમાં ભાગ લે તે જરૂરી છે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments