પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો
પોલીસ દ્વારા ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એલસીબી પીઆઇ ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના કિશોર પરમાર તથા ધાના મોરીને મળેલી બાતમીના આધારે જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે પાણીના ટાંકા નજીક રહેતા તુષાર ચુનીભાઇ ફીસળીયા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં દેશી દારૂ ગાળવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આથી દરોડો પાડ્યો હતો.
11 હજાર 100નો મુદ્દામાલ મળી આવ્યો
આ દરોડાની કાર્યવાહી દરમિયાન મકાનમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી. જેથી એલસીબીની ટીમે દારૂના ધંધાર્થી તુષાર ચુની ફીસડીયાની અટકાયત કરી હતી. જેમાં તેના રહેણાક મકાનમાંથી તૈયાર દેશી દારૂ 120 લિટર અને દારૂની ભઠ્ઠીના સાધનો સહિત રૂપિયા 11 હજાર 100ની સામગ્રીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનોં દાખલ કરાવવામાં આવ્યો છે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments