વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયા
જાણવા મળતી વિગત મુજબ ભાણવડમાં રહેતા અને એક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હસનભાઇ વલીમામદભાઇ નોયડાએ શનિવારે ઝેરી દવા પી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલમાં લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ ટીમ જામનગર દોડી ગઇ
તેઓ ભાણવડમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને હાલ ખંભાળિયા ફરજ બજાવતા મહિલા પીએસઆઇ રોશનબેન નોયડાના પતિ અને શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતા પોલીસ ટીમ પણ જામનગર દોડી ગઇ છે.
0 Comments