શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં આવારા તત્વો ના ત્રાસ થી સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદન


જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા લોકોને ચોકકસ આવારા તત્વો દ્વારા કનડગત કરવામાં આવતી હોવાની રજુઆત સાથે સંબંધિત વિસ્તારોના રહીશો દ્વારા પોલીસવડાને આવેદન પાઠવાયુ છે જેમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી કનડગતમાંથી મુકિત અપાવવા માંગણી કરી છે.જિલ્લા પોલીસ વડાને સંબોધીને આવેદનમાં જણાવ્યા મુજબ કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા લોકોને અમુક ચોકકસ આવારા તત્વો દ્વારા કનડગત કરવામાં આવે છે.છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વોનો ત્રાસ વધતો જણાય છે.

રસ્તે આવતા જતા લોકો પાસે થી નાણાની ગેરકાયદે ઉઘરાણી, લૂંટ જેવા બનાવને અંજામ આપી ટુકડીને સ્થાનિક લોકોની જાગૃતતાથી પોલીસે પકડી પાડયા છે.કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર ત્રીજી ડીસે.ના સવારે ચોક્કસ વર્ગના લોકો પાસે લૂંટ અને ખંડણી ઉધરાવવાના ઇરાદાથી છરીની અણીએ લૂંટ કરવામાં આવી હોવાનું જણાવાયું છે

જેમાં આવા તત્વોએ તમારે જયાં જવુ હોય ત્યાં જજો અમો કોઇથી બીતા નથી,હમણા છુટી જઇશ અને તમો બધાને છરીઓ મારીશ એવી ધમકીઓ પણ ઉચ્ચારી હોવાનુ લેખિતમાં જણાવાયુ છે. આવા લૂંટ આચરનારા માથાભારે તત્વો નિર્દોષોને રંજાડતા હોય,આવા તત્વોને નાબુદ કરવા સખતમાં સખત કાર્યવાહી કરવા રજુઆત કરાઇ છે.સંબંધિત વિસ્તારના લોકોની આ સામુહિક રજુઆતમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.


દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments