જામનગર શહેરમાંથી બાઈકની ચોરી કરનાર ઇસમ ને એલસીબીએ દબોચી લીધો

જામનગર શહેરમાં સમર્પણ સર્કલ પાસેથી મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી પાડ્યો છે. શહેરમાં એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સમર્પણ સર્કલ પાસેથી આરોપીને ફરિયાદીનું લાલ કલરનું બજાજ પલ્સર જેના નંબર જી.જે- 03 -બીપી- 3794 ની કિંમત રૂપિયા 20,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


એલસીબી પોલીસ સ્થાપના હિતેન્દ્રસિંહ જાડેજા અને દિલીપભાઈ તલાવડીયાને ચોક્કસ બાતમી મળી હતી કે, સર્મપણ સર્કલ પાસે બાઈક ચોરી કરનાર આરોપી હાજર છે. જેથી પોલીસે તાત્કાલિક રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પીઆઇ જે.વી ચૌધરીની સૂચનાથી પીએસઆઇ આર કે કરમટા અને એચ.પી ગોહિલ સહિત એલસીબી સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments