જામનગરના રિદ્ધિ શેઠ દ્વારા શ્યામ શરણ નેગીના રંગોળી ચિત્રનું આલેખન કરવામાં આવ્યું


જામનગરમાં વધુમાં વધુ લોકો મતદાન સાથે જોડાય એવા મતદાન જાગૃતિના આશયથી જામનગરના રિદ્ધિ શેઠ દ્વારા ભારત દેશનાં પ્રથમ મતદાર એવાં શ્યામ શરણ નેગીના રંગોળી ચિત્રનું આલેખન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, શ્યામ શરણ નેગી આઝાદી પછીના ભારતના પ્રથમ અને સૌથી વયસ્ક મતદાર હતાં. વ્યવસાયે શિક્ષક એવા નેગી હિમાચલ પ્રદેશના કલ્પાના વતની હતા.જેઓએ ભારત દેશ આઝાદ થયાં બાદ વર્ષ 1951માં યોજાયેલ પ્રથમ ચૂંટણીમાં મતદાન કરી દેશનો સર્વપ્રથમ મત આપ્યો હતો.

એમના જીવનથી પ્રેરણા લઈ વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય અને IF HE COULD THEN WE SHOULD આ પ્રકારનો સંદેશ આપી મતદાન જાગૃતિના હેતુથી આ રંગોળીનું સર્જન રિદ્ધિ શેઠ દ્વારા વાલકેશ્વરીમાં કરવામાં આવ્યું છે.

Post a Comment

0 Comments