જામનગર બાર એસોસિએશનના નવા વર્ષના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે સતત નવમી વખત ભરત સુવા જંગી સાથે વિજેતા બન્યા હતા તેઓ સતત નવમી વખત વિજેતા બન્યા છે જ્યારે વિજેતા ટીમનું હાર તોરા કરી બહુમાન કરાયું હતું સાથોસાથ ભવ્ય આતસબાજી પણ કરવામાં આવી હતી જામનગર 12 એસોસિએશનની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ 881 મતદારો પૈકી બાર એસોસિએશનના 726 સભ્યોએ મતદાન કર્યું હતું પ્રમુખ પદ માટે ભરતભાઈ સુવા તેમજ વિક્રમસિંહ જેઠવા વચ્ચે ચૂંટણી જંગ ફેલાયો હતો જેમાં એડવોકેટ ભરત સુવા ને 604 મત મળ્યા હતા અને જંગી બહુમતીથી સતત નવમી વખત પ્રમુખ તરીકે વિજેતા બન્યા હતા તેઓના પ્રતિસ્પર્શી વિક્રમસિંહ જેઠવાને માત્ર એકસો મત મળ્યા હતા.
આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ હેમુભા જાડેજા ને 403 મત મેળવી વિજેતા થયા છે જ્યારે 544 મત સાથે સેક્રેટરી તરીકે મનોજ સુરેશભાઈ ઝવેરી વિજેતા બન્યા છે તેમજ 289 મત સાથે વનરાજસિંહ ચુડાસમા જોઈન્ટ સેક્રેટરી તરીકે વિજેતા થયા છે 303 મત સાથે બ્રિજેશ ત્રિવેદી લાઇબ્રેરી સેક્રેટરી તરીકે ચૂંટાયા છે ઉપરાંત 244 મત સાથે રુચિર રાવલ ખજાતી તરીકે વિજેતા બન્યા છે તેમજ કારોબારી માં અન્ય સાત સભ્યો વિજેતા થયા છે.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments