મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પાકિસ્તાની ભુટ્ટોના પુતળાનું જામનગરમાં દહન..

જામનગર શહેર ભાજપ દ્વારા આજે પાકિસ્તાનના વિદેશ મંત્રીના પૂતળા દહન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નગરના મેયર સહિતના ભાજપ અગ્રણીઓએ ભુટ્ટોના પૂતળાને ચપ્પલના મારો ચલાવી પૂતળા દહન કર્યા પછી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો કે જેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાથી તેનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેર ભાજપ દ્વારા પાક વિદેશ મંત્રી નો વિરોધ કરવાના ભાગરૂપે બીલાવલ ભુટ્ટોના પૂતળાનું જાહેરમાં દહન કરવામાં આવ્યું હતું.

નગરના મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલ કગથરા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપના અન્ય અગ્રણીઓએ એકત્ર થઈને પૂતળાને ચપ્પલનો મારો ચલાવ્યા પછી તેનું દહન કર્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments