જામનગર સરકારી હોસ્પિટલમાં દર્દી યુવતિનું રહસ્યમ મોત:મૃતાના પતિનો અન્ય માનસિક બીમાર યુવતીએ ગળું દબાવી દીધાનો આક્ષેપ..


જામનગર જી. જી સરકારી હોસ્પિટલના માનસિક વિભાગના વોર્ડમાં દાખલ થયેલી દર્દીના મોત અંગે પોલીસે અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હોવાનું તારણ કાઢ્યુંઃ - મૃતાના પતિનો અન્ય માનસિક બીમાર યુવતીએ ગળું દબાવી દીધાનો આક્ષેપ..

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના માનસિક વિભાગના વોર્ડમાં દાખલ થયેલી એક મહિલાનું ગઈકાલે રાત્રે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ નીપજ્યું હતું. જે મહિલાના મૃત્યુ અંગે મૃતકના પતિ દ્વારા અન્ય એક માનસિક બીમાર મહિલા દર્દીએ ગળું દબાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી કેમેરાઓની મદદથી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે, આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૯ માં રહેતી મધુબેન અશોકભાઈ ભટ્ટીજાણી નામની ૪૦ વર્ષની સિંધીલોહાણા યુવતી, કે જે છેલ્લા ૨૫ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી, અને તેણીને ગત ૨૬મી તારીખે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલના માનસિક વિભાગના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

ત્યાં ગઈકાલે રાત્રે તેણી નું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિ અશોકભાઈ હરદાસભાઈ ભટ્ટીજાણીએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે હાલમાં કોઈ પણ કારણસર મૃત્યુ અંગેની નોંધ લઈને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

મધુબેનના પતિ અશોકભાઈ  દ્વારા એવો આક્ષેપ કરાયો હતો, કે ના પોતાની પત્ની જે વોર્ડમાં દાખલ હતી તેના વોર્ડમાં જ ચાર નંબરના બેડ પર દાખલ થયેલી માનસિક બીમાર એવી યુવતીએ આવેશમાં આવી જઇ પોતાના પત્ની નું ગળું દબાવી દીધું હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે, અને સીસીટીવી કેમેરાઓની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતકના પતિ દ્વારા એવો આક્ષેપ કરાયો હતો, કે પોતાના પત્નીની સારવાર અર્થે પોતે વોર્ડમાં હાજર હતાં, જે દરમિયાન ચાર નંબરના ખેડ પરની એક માનસિક અસ્થિર યુવતી એવી દર્દી તેની માતા સાથે ઝઘડો કરી રહી હતી, જેથી તેને છોડાવવા જતાં મહિલા દર્દી આક્રમક બની હતી, અને પોતાની પત્ની મધુબેન નું ગળું દબાવી દીધું છે, જે આક્ષેપના અનુસંધાને પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

Post a Comment

0 Comments