સત્ય કા સામના ન્યૂઝ:
ગુજરાત આયુર્વેદ યુનિ. દ્વારા ૭ કોલેજોની માન્યદા રદ કરતાં તેની ૫૪૦ બેઠકો ઘટવા પામી છે. આ બેઠકો અન્ય કોલેજોમાં સરભર કરવાની માંગણી સાથે જામનગરમાં આવેદનપત્ર પાઠવી અ.ભા.વિ.પ. એ આ પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલન કરવાની ચેતવણી આપી છે.
જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિ. ના ઉપકુલપતિને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. જેમાં જણાવાયા મુજબ રાજ્યની ૭ આયુર્વેદ કોલેજોની માન્યતા તાજેતરમાં રદ કરવામાં આવી છે, જેના કારણે રાજીન આયુર્વેદ કોલજોની ૫૪૦ બેઠકો ઘટી છે.
આ પરિસ્થિતિમાં હાલ નીટ ક્વોલીફાઈ થયા છાત્રોનું કાઉન્સેલીંગ ચાલી રહ્યું ચે અને વિદ્યાર્થીઓ બેઠકો ઘટતાં અસંમજસની સ્થિતિમાં મુકાયા ચે. રાજ્યની સાત કોલેજો બંધ થતાં તેની ૫૪૦ બેઠકો અન્ય કોલજોમાં સરભર કરવા અ.ભા.વિ.પા.એ માંગણી કરી ચે. સાથે જણાવાયું ચે કે જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments