જામનગર ૭૮- વિધાનસભાની બેઠક પર ભા નહીં રિવાબા એ મારી બાજી..

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ આજે તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે,. જેમાં જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ જાડેજાની જગ્યાએ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે રીવાબાએ જણાવ્યું હતું કે 'હવે ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જ કહેવાય અને પરિવારના સભ્ય કહેવાય એટલા માટે ટૂંક સમયમાં જામનગરમાં વિધાનસભાના ચૂંટણીજંગમાં પ્રચાર માટે ઊતરશે.'

જામનગર ઉત્તર -૭૮ વિધાનસભા વિસ્તારની બેઠક પર ભારતના સ્ટાર ક્રિકેટર અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ની પસંદગી કરવામાં આવતાં જામનગરના મહિલા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસે આજે ૭૮ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા આવી પહોંચ્યા, ત્યારે શહેર ભાજપના અનેક મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું કુમકુમ તિલક થી સ્વાગત કરી હાર તોરા કરાયા
હતા, અને નારી રાક્તિ ના દર્શન જોવા. મળ્યા હતા.

કોણ છે રિવાબા..

રીવાબા ગુજરાતનાં રાજકોટનાં છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યાં હતાં. ભાજપમાં જોડાતાં પહેલાં રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયાં હતાં. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે..

કિક્રેટર રવીન્દ્ર જાડેજાએ ટ્વિટ કરી શુભકામના પાઠવી

કિક્રેટર રવીન્દ્ર જાડેજાએ ટ્ટીટ કરીને પત્ની રીવાબાને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ મળવા બદલ શુભકામના પાઠવી હતી તેમજ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.


Post a Comment

0 Comments