જામનગર ૭૯ વિધાનસભાની બેઠક પર સ્થાનિક કોર્પોરેટર દિવ્યેશ અકબરી ની પસંદગી..

મારા જેવા એક નાનકડા કાર્યકરને પાર્ટી એ ટિકિટ આપી એ ભાજપ જ કરી શકે

જામનગર દક્ષિણ-૭૯ વિધાનસભા વિસ્તારની બેઠક પર પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદું, કે જેઓએ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને ચૂંટણી લડવા માટેની અનિચ્છા દર્શાવી હતી. ત્યારે આ બેઠક પરથી સ્થાનિક કોર્પોરેટર દિવ્યેરાભાઈ અકબરીની પસંદગી કરવામાં આવતાં શહેર ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કોર્પોરેટર દિવ્યેશભાઈ અકબરીની પસંદગીની જાહેરાત થયા પછી, જામનગરના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર અનેક કોર્પોરેટરો, શહેર સંગઠનના હોદ્દેદારો, તથા દિવ્યેશભાઈ અકબરીના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓને મોઢું મીઠું કરાવી તેમની પસંદગીને આવકાર આપ્યો હતો. અને પુરા જોરાથી ચૂંટણી લડવા માટેની સહમતી દર્શાવી હતી.

દિવ્યેશ અકબરીએ જણાવ્યું કે, અમારી પાર્ટીના સર્વસ્થ નેતૃત્વ નરેન્દ્ર મોદી, પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતનાઓનો હું ખુબ ખુબ આભાર માનું છું. મારા જેવા એક નાનકડા કાર્યકરને કોઈ પાર્ટી ટિકિટ આપે તો એ ભાજપ જ કરી શકે છે. વધુમાં જણાવ્યું કે, આજરોજ પાર્ટીએ મને ધારાસભ્યની ટિકિટ આપીને વિશેષ જવાબદારી આપી છે. ત્યારે હું પણ પાર્ટીને ખાતરી આપું છું કે ક્યાંય હું ઉણો નહીં ઉતરું. લોકોના દરેક પ્રશ્નોનું સારી રીતે નિવાકરણ લાવીશ.

ઉમેદવાર દિવ્યેશ અકબરીની રાજકીય કારકિર્દી
દિવ્યેશ અકબરીએ 1995થી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 1998માં યુવા મોરચા વોર્ડની બોડીમાં પ્રમુખ હતા. વર્ષ 2000 માં વોર્ડની મેઇન બોડીના પ્રમુખ,2003માં વોર્ડમાં મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ વર્ષ 2006માં ફરી રીપીટ કરી વોર્ડ પ્રમુખ બન્યા હતા. વર્ષ 2010માં શહેર ભાજપમાં મંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. તેમજ 2010થી 2021 સુધી મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે કાર્યરત હતા. તેમજ હાલ પણ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. મહાનગરપાલિકામાં સ્ટેનિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક તરીકે પણ તેઓએ જવાબદારી નિભાવી છે.

Post a Comment

0 Comments