ઓસ્કારમાં એન્ટ્રી મેળવનાર ‘છેલ્લો શો' ફિલ્મની રિલીઝ પહેલા જ બાળ કલાકારનું અમદાવાદમાં અવસાન
ભારતના બાળ કલાકાર અને ઓસ્કારમાં એન્ટ્રી મેળવેલ ફિલ્મ ‘છેલ્લો શો' ના ૧૦ વર્ષીય એક્ટર રાહુલ કોળી માટે તેની પ્રથમ ફિલ્મ તેના માટે નવી કારકિર્દીની સીડી બની હતી. પરંતુ ૨ ઓકટોબરના રોજ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયાના કારણે તેનું અવસાન થતા ગમગીની છવાઇ છે. જામનગર નજીક આવેલા તેના વતન હાપા ખાતે તેના પરિવાર દ્વારા પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. રાહુલના પિતા રામુ કોળી ઓટોરિક્ષા ડ્રાઇવર છે અને તેમણે જણાવ્યું કે, ‘તે ખૂબ જ ખુશ હતો અને કહેતો હતો કે, ૧૪ ઓક્ટોબર પછી આપણું જીવન બદલાઇ જશે.' મૂવી રિલિઝ થશે ત્યારે રાહુલના નિધનને ૧૩ દિવસ અટલે કે તેનું તેરમું થશે.
જિંદગી અને મોત વચ્ચે કેવો અતૂટ સંબંધ હોય છે ?! એક એવો બાળકલાકાર મોતને ભેટ્યો છે જેની પ્રથમ ફિલ્મ ' છેલ્લો શો ' રિલીઝ થશે, એ જ દિવસે 14 મી ઓક્ટોબરે આ બાળકલાકારનું તેરમું છે ! રાહુલ નામનાં આ બાળકલાકારને વિશ્વપ્રસિદ્ધી તો મળી પરંતુ જિંદગી લ્યૂકેમિયા નાં રોગમાં ગુમાવી દીધી !!
જામનગર નજીકના સાવ નાનાં ગામ હાપામાં રહેતાં અને ઓટોરિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રામુ કોળીનો પરિવાર અનહદ ખુશી અનુભવી રહ્યો હતો કેમ કે, આ રિક્ષાચાલકનો પુત્ર રાહુલ કોળી ' છેલ્લો શો ફિલ્મમાં બાળકલાકારની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ છે. 14 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થનાર હતી, એ પહેલાં બીજી ઓક્ટોબરે રાહુલને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ! આ બાળક લ્યુકેમિયા નાં રોગથી પિડાતો હતો. આ બાળકને મોત પૂર્વે લોહીની ઉલટીઓ થતી હતી ! સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આગામી 14 મીએ બાળઆમ, ઓસ્કાર માં એન્ટ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ નાં બાળકલાકારે ફિલ્મ રિલીઝ પહેલાં દુનિયામાંથી એકઝીટ લઈ લીધી, જેને પરિણામે આ કોળી પરિવાર ઘેરાં શોકમાં ડૂબી ગયો છે. હાપા ખાતે આ બાળકલાકાર રાહુલ કોળીની તાજેતરમાં પ્રાર્થનાસભા રાખવામાં આવેલી ત્યારે, નાનું એવું હાપા ગામ આખું હીબકે ચડયું હતું. લ્યુકેમિયા હાડકાં અને લોહીનું કેન્સર છે. હાડકાંની અંદર જ્યાં લોહીનું નિર્માણ થાય છે તે અંગને બોન મેરો કહે છે. બોનમેરો નું કેન્સર સામાન્ય રીતે બાળકો અને કિશોરો માં જોવા મળે છે. આ રોગથી અમેરિકામાં દર વર્ષે ચારેક હજાર બાળકો મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે અંદાજે 12 હજારથી વધુ બાળકો આ ભયાનક રોગનો શિકાર બની રહ્યા છે !
અત્રે નોંધનીય છે કે, આ ફિલ્મ " છેલ્લો શો' નો મુખ્ય કલાકાર પણ બાળકલાકાર છે, જેનું નામ ભાવિન રબારી છે. તે પણ જામનગર નજીકના વસઈ ગામનો રહેવાસી છે. સદગત રાહુલ કોળી આ ફિલ્મમાં ભાવિન રબારી નાં મિત્ર ની ભૂમિકામાં છે.કનું તેરમું છે, અને એ જ દિવસે ' છેલ્લો શો ' રિલીઝ થશે !
આમ, ઓસ્કાર માં એન્ટ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ નાં બાળકલાકારે ફિલ્મ રિલીઝ પહેલાં દુનિયામાંથી એકઝીટ લઈ લીધી, જેને પરિણામે આ કોળી પરિવાર ઘેરાં શોકમાં ડૂબી ગયો છે. હાપા ખાતે આ બાળકલાકાર રાહુલ કોળીની તાજેતરમાં પ્રાર્થનાસભા રાખવામાં આવેલી ત્યારે, નાનું એવું હાપા ગામ આખું હીબકે ચડયું હતું. લ્યુકેમિયા હાડકાં અને લોહીનું કેન્સર છે. હાડકાંની અંદર જ્યાં લોહીનું નિર્માણ થાય છે તે અંગને બોન મેરો કહે છે. બોનમેરો નું કેન્સર સામાન્ય રીતે બાળકો અને કિશોરો માં જોવા મળે છે. આ રોગથી અમેરિકામાં દર વર્ષે ચારેક હજાર બાળકો મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે અંદાજે 12 હજારથી વધુ બાળકો આ ભયાનક રોગનો શિકાર બની રહ્યા છે !
અત્રે નોંધનીય છે કે, આ ફિલ્મ " છેલ્લો શો' નો મુખ્ય કલાકાર પણ બાળકલાકાર છે, જેનું નામ ભાવિન રબારી છે. તે પણ જામનગર નજીકના વસઈ ગામનો રહેવાસી છે. સદગત રાહુલ કોળી આ ફિલ્મમાં ભાવિન રબારી નાં મિત્ર ની ભૂમિકામાં છે.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments