સત્ય કા સામના ન્યૂઝ : જામનગર શહેરના શરૂ સેક્શન રોડ નજીક સરદાર પટેલ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી બતી. જેને લઈ દોડધામ મચી હતી. ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો અને વધુ નુકસાની થતા અટકાવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ જામનગર શહેરના શરૂ સેકશન રોડ શેરી નં. 2માં આવેલી સરદાર પટેલ સોસાયટીમાં કે.ડી. વિરાણીના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગની ઘટનામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગના આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના કર્મચારીઓ દોડી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments