પ્રધાનમંત્રી નો જામનગર પ્રવાસ...



સત્ય કા સામના ન્યૂઝ : ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદી આજે જામનગરની મુલાકાતે પહોંચ્યા છે. જામનગર જિલ્લાના રૂપિયા 1448 કરોડના વિકાસ પ્રકલ્પોનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જામનગર પધારેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરના રોડ શો દરમિયાન અને સભા સ્થળ પર લોકોની હાજરી જોઈ વડાપ્રધાને કહ્યું હતું કે, આજે જામનગરે વટ પાડી દીધો.

જામનગરમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન પીએમ મોદીએ જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહને સત સત નમન કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, જામ દિગ્વિજયસિંહે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડના બાળકોને જામનગરમાં આશરો આપ્યો હતો. જેનું ઋણ પોલેન્ડ આજે પણ ભૂલ્યું નથી. થોડા સમય પહેલા યુક્રેનમાં જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા ત્યારે પોલેન્ડ સરકારે તેને પરત લાવવા મદદ કરી તેનું કારણ મહારાજા દિગ્વિજયસિંહના દયાળું સ્વભાવની મૂડી હતી.


સાંસદ પૂનમબેન માડમે પ્રધાનમંત્રીને અર્પણ કરી દ્વારકાધિશના 24 શ્રૃંગારની કલાત્મક છબી

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે ભગવાન દ્વારકાધિશના અલગ-અલગ 24 શ્રૃંગાર ધરાવતી કલાત્મક છબી પ્રધાનમંત્રી મોદીને ભેટ આપી તેમજ બાંધણીનો ખેસ અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કર્યુ હતું. રાજાધિરાજ દ્વારકાધિશના 24 શ્રૃંગારની અનોખી તસ્વીર પ્રધાનમંત્રીના અનોખા સ્વાગતનું પ્રતિક બની ગઇ હતી.

પ્રધાનમંત્રી મોદીને સન્માનપુર્વક હાલારી પાઘડી પહેરાવવાનો ગૌરવશાળી અવસર સાંપડ્યો MLA હકુભા જાડેજાને

વ્યક્તિ વિશેષનું સન્માન એક આર્ટ છે અમુકને આ આર્ટ સંસ્કારમા સદગુણમા હોય છે જેથી સન્માન દીપી ઉઠે છે વ્યક્તિ વિશેષ મુજબ સન્માનએ આ સમયમા સુઝ-બુઝ આદરભાવનુ પ્રતિક છે, જે સમગ્ર બાબતે જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય અને દરેક સમાજના લોકપ્રિય યુવા નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સુપેરે અવગત છે, તે જ આદરથી તેઓએ જામનગર આવેલા વડાપ્રધાનનુ સન્માન કરવાનો સોનેરી અવસર સાંપડતા તેમણે હાલારી પાઘડી વડાપ્રધાન નરેન્દ્રમોદીને પહેરાવી તેનો આદર મોદીજીએ કર્યો અને આ બાબતની ખુબજ મહત્વપુર્ણ રીતે ઠેર-ઠેર નોંધ લેવાઇ અને આ સાથે જેમ મોદીજીએ કહ્યુ કે "જામનગરનો વટ પડે છે" તેમ હકુભાનો પણ મોદીજીના ઉમદા પ્રતિભાવ થી વટ પડી ગયો તેમ લોકો કહેતા હતા ખાસ કરીને ધારાસભ્ય હકુભા જાડેજાએ નરેન્દ્ર મોદીને પહેરાવેલ પાઘડી મોદીએ છેક સુધી પહેરી રાખી...અને પ્રધાનમંત્રીના ટ્વીટર પણ આ દ્રશ્યો જોવા મળ્યા હતા,.


બેટ દ્વારકામાં દબાણો દૂર કરવા બદલ PMએ CMને અભિનંદન પાઠવ્યા

દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં થયેલા દબાણો રાજ્ય સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. આ મામલે આજે વડાપ્રધાને જામનગરમાં નિવેદન આપતા કહ્યું હતું કે, દરિયાઈ પટ્ટી પર જે દબાણો થયા હતા તે ચૂપચાપ સફાચટ કરી દેવાયા.આખા ગુજરાતના સમુદ્ર કિનારા પર હમણા ભૂપેન્દ્રભાઈ 'સફાઈ' કરી રહ્યા છે. મક્કમ મનનો માનવી લીડરશીપ લેતો હયો ત્યારે નીચે સુધી ખબર પહોંચી જતી હોય છે.

જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં નર્મદાના પાણી પહોંચાડવા માટે રૂ.300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5 તેમજ રૂ.700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ફ્લાયઓવર અને ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

જામનગરના લાલપુર બાયપાસ પાસે ફ્લાય ઓવર અને હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રેલવે ઓવરબ્રિજનું આજે વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

140 કરોડના ખર્ચે 40 મેગાવોટના સોલર PV પ્રોજેક્ટ તૈયાર કરાયો

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા સરકારી ખરાબાની જમીન પર 40 મેગાવોટ ક્ષમતાની ફોટોવોલ્ટિક ગ્રીડ કનેક્ટેડ સૌર ઊર્જા આધારિત વીજ પરિયોજના જામનગર જિલ્લાના હરિપર ગામ ખાતે રૂ.176કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવી છે. આ પરિયોજના અસમથળ અને વિવિધ કુદરતી નાળાઓ ધરાવતી જમીન પર માત્ર ત્રણ મહીનામાં ઈજનેરી મદદથી સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલ છે. એક તરફ જ્યારે વધી રહેલા પ્રદૂષણ અને વધી રહેલી ઉર્જાની માંગે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં સૂર્યના કિરણોથી વિકાસને વેગ આપવા હરિત ઊર્જાનો થયો સંચાર થયો છે. જી.એસ.ઈ.સી.એલ. દ્વારા જામનગરના હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર 40 મેગાવોટ ફોટોવોલ્ટિક ગ્રીડ કનેક્ટેડ સોલર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી પ્રતિ વર્ષ 105.765 મિલિયન યુનિટનું ઉત્પાદન થશે. અને સાથે જ 84.61મેટ્રીક ટન કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.

વડાપ્રધાન જામનગર સર્કિટ હાઉસથી રવાના થયા, વિદાય લેતી વખતે બે હાથ જોડીને અભિવાદન કર્યું

જામનગર સર્કિટ હાઉસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થયા હતા. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જામકંડોરા ખાતે રવાના થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જામનગરથી રવાના થયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે હાથ જોડી અંતિમ અભિવાદન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસથી રવાના થઈને એરફોર્સ સ્ટેશનથી હેલિકોપ્ટર મારફતે રવાના થઈને સીધા જામકંડોરા ખાતે જંગી જાહેર સભાને સંબોધશે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments