સત્ય કા સામના ન્યૂઝ : જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આજે સવારે અકસ્માતે આગ લાગી હતી, અને પ્લાસ્ટિકના ભંગારનો મોટો જથ્થો સળગી ઊઠ્યો હતો. મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઈ સતત પાણીના ત્રણ ટેન્કરો વડે પાણીનું ફાયરિંગ કરી આગને બુઝાવી દીધી હતી, અને વધારાનો પ્લાસ્ટિકનો જથ્થો બચાવ્યો હતો.
આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા શાહિદભાઈ સમાની માલિકીના પ્લાસ્ટિકના ભંગારના વાડામાં આજે સવારે અકસ્માતે તણખો પડવાના કારણે આગ લાગી હતી, અને પ્લાસ્ટિકના ભંગારનો જથ્થો સળગવા લાગ્યો હતો. જેમાં પાણીની પ્લાસ્ટિકની ખાલી બોટલ, તેમજ સિમેન્ટની થેલી સહિતના ખાલી બારદાન તથા અન્ય પ્લાસ્ટિકનો વેસ્ટજ વગેરે સળગી ઊઠ્યા હતા. થોડી ક્ષણોમાં જ આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, અને પ્લાસ્ટિકના ભંગારનો જથ્થો સળગવા લાગ્યો હતો.
આગના આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના જસ્મીન ભેંસદડીયા, અશોક ગોહિલ, જયરાજસિંહ વાળા, શૈલેષભાઈ, મનદીપસિંહ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને પાણીના ત્રણ ટેંકરોની મદદથી સતત એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી. ઉપરાંત વધારાનો પ્લાસ્ટિકનો જથ્થો બચાવી લીધો હતો.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments