જામનગરના વાધેરવાડા વિસ્તારમાં બાળકોને ઉઠાવતી હોવાની આશંકાથી ટોળા એ મહિલાઓ ને લમધારી.., જુવો વીડિયો...


સત્ય કા સામના ન્યૂઝ : જામનગર: શહેરના મોટા આશાપુરા માતાજીના મંદિર નજીક વાઘેરવાડા વિસ્તારમાં મંગળવાર સવારે અહીંના એક મકાનમાં ચારેય મહિલાઓ મલિન ઇરાદાઓ સાથે ઘુસી ગઇ હતી, જયારે ઘર માલિકને આ વાતની ખબર પડી જતા ભારે અફરા-તફરી સર્જાઇ હતી અને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.

આ મહિલાઓછોકરાઓને ઉપાડવા આવી હતી તેવી પણ ચર્ચા સ્થાનિકોમાં જોવા મળી હતી. અહીંના અંદાજીત 100-150 લોકો એકઠા થઇ ગયા હતા અને ચારમાંથી એક મહિલા ફરાર થઇ ગઇ હતી જયારે ત્રણ મહિલાને લોકોને ઝડપી લઇ સરખી રીતે ધોલાઇ કરી નાંખી હતી.

મામલો વધુ વિસ્તરે તે પહેલા કોઇને પોલીસને જાણ કરી દેતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઉપરોકત્ત ત્રણ શંકાસ્પદ મહિલાઓને લઇને પોલીસ સ્ટેશન તરફ રવાના થયો હતો. આ બનાવના પગલે વિસ્તારમાં ભારે અફરા-તફરી અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. મહિલાઓને ટોળાઓએ માર મારતા હોસ્પિટલ ખસેડાઇ છે.





દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments