જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં આજે 21મી ઓક્ટોબરના દિવસે શહીદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શહીદ સ્મારક પાસે જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી, તેમજ પરેડનું પણ આયોજન કરાયું હતું.
જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા દર વર્ષે 21મી ઓક્ટોબરે પોલીસ શહીદ દિવસ નિમિત્તે અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં શહીદ સ્મારક બનાવાયું છે, જ્યાં વીરગતિ પ્રાપ્ત કરનારા પોલીસ બહાદુર જવાનોની યાદગીરીમાં શહીદ સ્મારક પાસે પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સૌપ્રથમ શહીદ વીરોને પુષ્પાંજલિ અર્પિત કરી શ્રદ્ધા સુમન અર્પવામાં આવ્યાં હતા. ઉપરાંત જામનગર શહેર વિભાગના ડીવાયએસપી એન. કે. ઝાલા દ્વારા પણ શ્રદ્ધા સુમન અર્પિત કરાયા હતા.
આ વેળાએ જામનગર જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments