નવ નિયુક્ત રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ જામનગર ની મુલાકાતે , જિલ્લા પોલીસ વડા દ્વારા સ્વાગત કરાયું..

જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે વાત કરી હતી અને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તે બાબતે વાતચીત કરી હતી. તેમજ દરિયાઈ પટ્ટી પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા બાબતે પણ વાતચીત કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, દરિયાઈ પટ્ટી પર વધુ પેટ્રોલિંગ કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

રાજકોટ રેન્જના નવનિયુક્ત આઈ.જી. અશોકકુમાર યાદવે તાજેતરમાં પોતાનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ વખત દેવભૂમિ દ્વારકા સ્થિત જગત મંદિરની ગઇકાલે શુક્રવારે ખાસ મુલાકાત લીધી હતી ત્યારબાદ આજરોજ જામનગર ની મુલાકાતે આવ્યા હતા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે તેમનું ગાર્ડ ઓફ ઓનર સાથે આગમન કરાયું હતું ત્યારબાદ જીલ્લા પોલીસ વડા તથા ડીવાયએસપી સાથે ચર્ચા વિચારણા કરી, અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના દ્વારા જરૂરી સૂચન તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

જિલ્લાની કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા કરી

રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ એ અને જિલ્લા પોલીસ વડાએ સમગ્ર જિલ્લાના પોલીસ અધિકારી સાથે બેઠક યોજી હતી અને તમામ પ્રકારની જિલ્લાની કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી. તેમજ જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિત અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને જિલ્લાનો તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી માર્ગદર્શન અને સૂચન આપ્યું હતું.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments