જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં એક યુવાનના મકાનમાં બે દિવસ પહેલાં થયેલી ચોરી નો ભેદ ઉકેલાયો પોલીસે બે તસ્કરને દબોચી લીધા, 75 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો


જામનગરમાં લીમડા લેન વિસ્તારમાં એક યુવાનના મકાનમાં બે દિવસ પહેલાં થયેલી 82 હજાર રૂપિયાની કિંમતના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબીની ટીમે આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જામનગરની એક તસ્કર બેલડીને પકડી પાડી તેની પાસેથી ચોરાઉ દાગીના કબજે કર્યા છે.

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા ભાવેશભાઈ પરસોત્તમભાઈ રાઠોડના બંધ મકાનમાંથી બે દિવસ પહેલા રૂ.82 હજારની કિંમતના દાગીનાની ચોરી થઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસમથકમાં નોંધાવવામાં આવી હતી. જે ચોરીનો ભેદ ઉકેલવા માટે એલસીબીની ટુકડી દોડતી થઈ હતી, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે વેલનગર શેરી નંબર ત્રણમાં રહેતા વિપુલ રમેશભાઈ પરમાર તેમજ રામેશ્વરનગર નજીક રાંદલ નગર શેરી નંબર ત્રણમાં રહેતા દિનેશ ઝપટસિંગ પરિહાર નામના બે શખ્સોને પકડી પાડ્યા છે, અને તેઓ પાસેથી રૂપિયા 75 હજારની કિંમતમાં સોનાના દાગીના વગેરે કબજે કરી લીધા છે, જે બંનેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments