ઇંસ્ટંટ મેસેંજર્સનો ઉપયોગ કરી મહીલાઓ સાથે મિત્રતા કરી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર શખ્સને ઝડપી લેતી સાઇબર ક્રાઇમ


સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર મહીલાઓને ઓનલાઈન સ્ટોકીંગ કરતાં સાયબર ગુનેગારોને પકડી પાડવા સુચના કરેલ. જેથી સાયબર ક્રાઈમ જામનગર ની વિશેષ ટીમ સતત સાયબર સર્વેલેન્સમા હતી, એ દરમ્યાન સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ જેની તપાસ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ કરતી હોય તથા આરોપીના લૉકેશન પોરબંદર ખાતેના આવતા હોય, જેથી ગુનેગારને પકડી પાડવા જામનગર સાઈબર ક્રાઈમની ટીમ શંકમંદની તપાસમા પોરબંદર રવાના કરેલ. જ્યા આરોપીના લોકેશન આદીતયાણા ગામ,પોરબંદર ચોપાટી ખાતે સતત મુવમેટવાળા આવતા હોય જેથી આરોપીને ટ્રેક કરવા માટે સતત ૩ દીવસ સીવીલ કપડામાં છુપી રીતે પોરબંદરના વિવિધ જગ્યાએ પીછો કરી,ઓળખ નક્કી કરી આરોપી વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા રે .નાની લાખાણી પકડી પાડેલ તથા અટક કરી આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી વિશ્વરાજસિંહ જાડેજા વિવિધ સોશ્યલમીડીયાના માધ્યમથી મહીલાઓની પ્રોફાઇલમાંથી મોબાઇલ નંબર મેળવી મિત્રતા કરવા માટે મેસેજ કરતો મેસેજના જવાબ ના આવે તો ધાક-ધમકી આપતો અને મહીલાઓના પર્સનલ ફોટા એની પાસે છે તેને વાયરલ કરી દેશે તેવી ધમકી આપી મિત્રતા કરવાનો પ્રયાસ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments