જામનગરના ટાઉન હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પક્ષના ઉમેદવાર કરશનભાઈ કરમુરની આગેવાની હેઠળ અને આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો..


આમ આદમી પાર્ટી જામનગર શહેર મહિલા મોરચા દ્વારા મહિલા સંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ એક શિક્ષિત નારી બે કુળનો દીપક બની બેઘરને ઉજવે છે સાથે સાથે સંસ્કાર અને સંસ્કૃત સમાજની નવરચના પણ નારી શક્તિ દ્વારા થાય છે આ વિચારને કેન્દ્રસ્થાને રાખી આ નારી શક્તિના આદરની સાથે ગુજરાતની મહિલાઓનું સામાજિક આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ અને સંકલ્પબંધ ગુજરાત માટે મહિલાઓના સામર્થ્ય અને ઉચિતર માર્ગ આપવાની દિશામાં અને નક્કર કામગીરી કરવા માટે ગુજરાતની મહિલાઓના સામર્થ્યમાં અને નારી શક્તિ ના ગૌરવમાં અદભુત વધારો કરવા જામનગર આમ આદમી પાર્ટી શહેર મહિલા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું


કાર્યક્રમનો મુખ્ય હેતુ પાર્ટી સાથે જોડાયેલા બહેનો ને મળવાનું અને પાર્ટી ની સ્વર્ગિક સમજણ આપી તથા તેમના વિચારો અને ભાવનાઓની આપ-લે કરવા આ મહા સંપર્ક અભિયાનનો મુખ્ય હેતુ મહિલા સંવાદ ના આ કાર્યક્રમમાં જામનગર શહેરના જુદા જુદા વોર્ડમાંથી મહિલા પાખના બહેનો દ્વારા મોટી સંખ્યામાં બહેનોને આ સંવાદમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેને માન આપી દરેક વોર્ડમાંથી ટાઉંનહોલ ખાતે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

    
કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી ત્યારબાદ દીપ પ્રગટ અને નાની બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ધારશીભાઈ બેરડીયા એ હાસ્ય રસ પણ પીરસ્યું હતું. ત્યારબાદ સમગ્ર ટાઉન હોલ વંદે માતરમ ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતુ.

કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડોક્ટર પુજાબેન શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જામનગર શહેર અધ્યક્ષ અને 78 વિધાનસભાના ઉમેદવાર કરસનભાઈ કરમુર દ્વારા બેહનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમને બહેનોને સંબોધન કરતા નારી શક્તિ ને બિરદાવી હતી અને કહ્યું હતું કે થોડા સમયમાં માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે અને આમ આદમી પાર્ટી માં જાણે આ મહિલા સંવાદ યોજાતા શક્તિની સ્થાપના થઈ છે જે ખૂબ જ આનંદની વાત છે સાથોસાથ તેને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવતી કામગીરી અને પાર્ટી દ્વારા મહિલાઓ માટે જાહેર કરવામાં આવેલ ગેરેન્ટી અંગે પણ જાણકારી આપી હતી.


    આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ અને 78 વિધાનસભાના ઉમેદવાર કરસનભાઈ કરમુર મહિલા પાંખના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગોંડલના પ્રમુખ આશાબા વાઘેલા, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી મહિલા પાંખ અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય દયાબેન મકવાણા, જામનગર મહિલા મોરચાના પ્રમુખ ચેતનાબેન પુરોહિત ,કોર કમિટી પ્રમુખ કનકસિંહ જાડેજા, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ધારશી ભાઈ બેરડીયા, પ્રદેશ યુવા ઉપપ્રમુખ વિશાલભાઈ ત્યાગી, જામનગર જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દોંગા, પ્રદેશ લીગલ સેલ ના જોઈન્ટ સેક્રેટરી દિપાલીબેન મંગે, જામનગર ના સંગઠન મંત્રી જેતુનબેન બેલાઈ ,રીટાબા ગઢવી, ભારતીબેન ભદ્રા, ડોક્ટર પૂજાબેન શર્મા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટ જિલ્લા ના પ્રમુખ રામદેવસિંહ ડી વાઘેલા, ઉપસ્થિત રહ્યા હતા જેઓનું પુષ્પ વડે સન્માન જેતુનબેન બેલાઈ, દિવ્યાબેન પટેલ, ડોક્ટર પૂજાબેન શર્મા, ઇન્દુબેન રાવલ ,નિર્મલાબેન મકવાણા ,અસ્મિતાબા પરમાર, સાજેદાબેન બેલી, રીટાભા ગઢવી, ભારતીબેન ભદ્રા ,વિજયાબેન જોગેલ, સમીન બેન, કુમુદસિંહ રાજપૂતે કર્યું હતું



 આ કાર્યક્રમના અંતમાં વિશાળ સંખ્યામાં બહેનો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ વિધિવત પાર્ટી સાથે જોડાયા હતા જેમાં જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ મહિલા મંત્રી જૈનમબેન ખફી, શહેર પૂર્વ મહિલા મંત્રી રાજેશ્વરી બા તેમજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત શિક્ષણ નિરીક્ષક પાર્વતી બેન મંગલદાસ માકાણી, રેખાબેન શૈલેષભાઈ નિમાવત ,ખેરાલાદ નસીમબેન, રાજવી બેન આહીર , ખફિ અમીનાબેન, દક્ષાબેન આહીર, કોકીલાબેન સથવારા ,કિરણબેન ભીખુભાઈ, ગીતાબેન તિવારી, વસંતબેન ભુપતભાઈ, આશાબેન રમેશભાઈ રાઠોડ, રેખાબેન ચૌહાણ ,જયાબા ઝાલા ,દક્ષાબેન ,સમીમબેન વજુગાર, મકરાણી નસરીન બેન, દરજાદા હમીદા બેન , આશિયાબેન પઠાણ, નાજિયાબેન પઠાણ, વહીદાબેન શેખ, ગોસ્વામી રેખાબેન, શબનમબેન સુમરા, દરઝાદા ફકરૂન બેન સહિત મોટી સંખ્યામાં બહેનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા હતા અને વિધિવત પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો આ તમામ બહનોનું ઉપસ્થિત મહેમાનો દ્વારા ખેસ – ટોપી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999

Post a Comment

0 Comments