જામનગર શહેરમાં પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી હેઠળ નગરસીમ પેટા વિભાગીય કચેરી આવેલ છે. આ કચેરી હેઠળ વિજગ્રાહકોની સંખ્યા તેમજ ઈલેકટ્રીક લાઈનનું નેટવર્ક ખૂબ જ વધી ગયેલ હોવાથી વિજપ્રવાહ અને મેઈન્ટેનન્સમાં મુશ્કેલી વર્તાઈ રહેલ હતી, જે અંગે અવાર-નવાર લોકોની મળતી રજુઆતો પરત્વે સાંસદશ્રી પૂનમબેન માડમએ રાજય સરકારમાં ભારપૂર્વક રજુઆત કરતા આ નગરસીમ સબડીવીઝનનું બાયફરગેશન મંજુર કરી નવુ ગોકુલનગર સબડીવીઝન રાજય સરકારે મંજુર કરેલ છે. જેનાથી આ વિસ્તારના વિજગ્રાહકોને ખૂબ જ સારી સુવિધા મળી રહેશે.
આ નવા ગોકુલનગર સબ સ્ટેશનને કારણે ગોકુલનગર, પાણાખાણા, વિજયનગર, ઈન્દીરામાર્ગ, માધવબાગ, ઈવાપાર્ક, વિગેરે વિસ્તારોના વીજગ્રાહકોને ખુબ જ સારી સુવિધાનો લાભ મળશે અને તેઓના વિજપ્રશ્નોનું સુખદ નિરાકરણ આવેલ છે. જનસુવિધાના આ મહત્વના વિકાસ કામ મંજુર કરવા બદલ સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યકત કર્યો છે.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments