સત્ય કા સામના ન્યૂઝ :-
સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી કોરોના કાળ દરમ્યાન બંધ થયેલ ખંભાળીયા ભાટીયા-ભાણવડ અને વાંસજાળીયા ખાતે ટ્રેનના સ્ટોપ મંજુર.
જામનગર અને દેવભૂમિ દ્રારકાના જુદા જુદા સ્થળોએ અમુક ટ્રેનોના સ્ટોપેજ નહી હોવાના કારણે અથવા કોરોના કાળ દરમ્યાન બંધ થયેલ હોવાના કારણે લોકોને પડતી મુશ્કેલીઓ અંગે અવાર-નવાર મળેલ ૨જુઆતો પરત્વે સાંસદશ્રી પૂનમબેન માડમએ રેલ્વે મંત્રાલય ભારત સરકારને ભારપૂર્વક રજુઆત કરતા ખંભાળીયા રેલ્વે સ્ટેશનને તુતુકો૨ીન ઓખા વિવેક એકસપ્રેસ અને ભાટીયા રેલ્વે સ્ટેશનને રામેશ્વરમ ઓખા એકસપ્રેસ તથા ઓખા દહેરાદુન ઉત્તરાચલ એકસપ્રેસ, ભાણવડ ૨ેલ્વે સ્ટેશનને પોરબંદર–શાલીમાર એકસપ્રેસ, પોરબંદર–મુઝફ્ફર એકસપ્રેસ, પોરબંદર–દિલ્હી સરાય રોહીલ્લા એકસપ્રેસ અને વાંસજાળીયા રેલ્વે સ્ટેશનને પોરબંદર–સંતરાગાછી કવિગુરૂ એકસપ્રેસ, પોરબંદર–સિકંદરાબાદ એકસપ્રેસ, કોચવેલી પોરબંદર એકસપ્રેસ અને પોરબંદર-દિલ્હી સરાયરોહીલ્લા એકસપ્રેસ ના રેલ્વે સ્ટોપેજ મંજુર કરવામાં આવેલ છે. સાંસદશ્રી પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર અને દેવભૂમિ દ્રારકા જીલ્લામાં વિવિધ સ્ટોપેજ મંજુર થતા રેલ્વે પ્રવાસીઓને અવ૨–જવ૨ માટે ખૂબ જ અનુકૂળ થઈ રહેશે, જૈનાથી બન્ને જીલ્લાના લોકોમાં આનંદની લાગણી વ્યાપેલ છે.
0 Comments