IND vs IRE: ભારતે આયરલેંડને રોમાંચક મુકાબલામાં આપી માત

IND vs IRE: ભારતે આયરલેંડને રોમાંચક મુકાબલામાં આપી માત


દીપક હુડ્ડાએ મંગળવારે પોતાની ટી20 ઇન્ટરનેશનલ કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેમણે 104 રન બનાવ્યા. તેમની આક્રમક ઇનિંગના લીધે ભારત આયરલેંડને બીજી ટી20 માં રોમાચાંક મુકાબલામાં 4 રનથી માત આપી હતી

દીપક હુડ્ડાએ મંગળવારે પોતાની ટી20 ઇન્ટરનેશનલ કેરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેમણે 104 રન બનાવ્યા. તેમની આક્રમક ઇનિંગના લીધે ભારત આયરલેંડને બીજી ટી20 માં રોમાચાંક મુકાબલામાં 4 રનથી માત આપી હતી. આ પ્રકારે ટીમે 2 મેચોની સીરીઝ પર 2-0થી કબજો જમાવી લીધો છે. ટીમ ઇન્ડીયાએ પહેલાં બેટીંગ કરતાં 7 વિકેટના નુકસાન પર 225 રન બનાવ્યા હતા. સંજૂ સૈમસને પણ 77 રન બનાવ્યા. તેના જવાબમાં આયરલેંડના બેટ્સમેનોએ જોરદાર સંઘર્ષ કર્યો. પરંતુ ટીમ 5 વિકેટ પર 221 રન બનાવી શકી. ટીમને અંતિમ બોલમાં જીત મળી. ભારતની આ આયરલેંડ પર ટી20માં સતત 5મી જીત પણ છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયરલેંડે શાનદાર શરૂઆત કરી. પોલ સ્ટર્લિંગે ભુવનેશ્વર કુમારની પહેલી ઓવરમાં એક સિક્સર અને 3 ચોગ્ગા સહિત 18 રન બનાવ્યા. ટીમને 50 રન ચોથી ઓવરમાં જ પુરા થઇ ગયા હતા. સ્ટર્લિંગ અને કેપ્ટન એંડ્ર્યૂ બાલબિર્નીએ ભારતીય બોલરોની જોરદાર ધોલાઇ કરી. સ્ટર્લિંગ છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર લેગ સ્પિનર રવિ બિશ્નોઇનો શિકાર બન્યા. તેમણે 18 બોલમાં 40 રન બનાવ્યા. 5 ચોગ્ગા અને 3 સિક્સર ફટકારી. 6 ઓવરના પાવરપ્લે બાદ એક વિકેટ પર 73 રન હતા.

12 બોલમાં 31 રનની જરૂર
અંતિમ બે ઓવરમાં આયરલેંડને 31 બનાવવાના હતા. 19મી ઓવર હર્ષલ પટેલે નાખી હતી અને 14 રન આપ્યા હતા. ત્યારબાદ છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. છેલ્લી ઓવર ઉમરાન મલિકે ફેંકી હતી. જેમાં આયરલેંડની ટીમ 13 ફટકારી શકી હતી. આ પ્રકારે ભારતે મેચ 4 રનથી જીતી હતી. એડાયર 12 બોલમાં 23 અને ડોકરેલ 16 બોલમાં 34 રન બનાવીને અણનમ રહ્યા હતા.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો - 8733879999



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ - ટેલિગ્રામ :- https://t.me/satyakasamnanews


વહાર્ટસપપ 


Post a Comment

0 Comments