જીએસટી કાઉંસિલ (GST Council) ની બેઠક પહેલાં દિવસે કેટલીક ગુડ્સ અને સર્વિસીઝ પર ટેક્સ રેટમાં બદલાવને મંજૂરી આપવામાં આવી છે, જેની જાહેરાત બુધવારે પત્રકાર પરિષદમાં કરવામાં આવશે. સાથે જ સોના અને કિંમત પથ્થરના ઇંટ્રા-સ્ટેટ મૂવમેંટ પર રાજ્યોને e-way બિલ જાહેર કરવાને મંજૂરી આપવામાં આવી છે. ચંદીગઢમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીસટી કાઉંસિલની 47મી બેઠકમાં યોજાઇ રહી છે.
જીએસટી પરિષદની 47મી બેઠકમાં કર્ણાટકના મુખ્ય્માંત્રી બોમ્મઇની અધ્યક્ષૅતાવાળા ગ્રુપે 5,000 રૂપિયા પ્રતિદિનથી વધુ ચાર્જવાળી હોસ્પિટલના રૂમના ભાડા પર પાંચ ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બેઠકમાં રાજ્યોના નાણામંત્રીઓ દ્રારા સોંપવામાં આવેલા રિપોર્ટ પર જીએસટી પરિષદ વિચાર કરશે. તેમાં બે લાખ રૂપિયાસ ઉધીના સોના અને કિંમત પથ્થરની રાજ્યની અવરજવર માટે ઇ-વે બિલને અનિવાર્ય કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
વાર્ષિક 20 કરોડથી વધુનો કારોબાર કરનાર પણ તેમાં સામેલ કરવામાં આવશે. મંત્રીઓના ગ્રુપે પોસ્ટકાર્ડ અને 10 ગ્રામ વજન સુધીના કવરને છોડીને પોસ્ટઓફિસની તમામ સેવાઓ પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. પરિષદની 47મી બેઠક મંગળવારે ચંદીગઢમાં શરૂ થઇ છે જે બુધવારે પુરી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક થઇ યોજાઇ રહી છે. આ દરમિયાન મંત્રીઓના ગ્રુપે ઘણી સેવા પર જીએસટી છૂટને પરત લેવાની પણ ભલામણ કરી છે. તેમાં દરરોજ 1,000 રૂપિયાથી હોટલ આવાસ સામેલ છે.
તો બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે રાજ્યોને જૂન 2022 બાદ પણ વળતર ચાલુ રાખવાના મુદ્દે બેઠકના બીજા દિવસે ચર્ચા કરવામાં આવશે. વિપક્ષી દળોના શાસનવાળા રાજ્ય જીએસટી કોમ્પેશસન રિઝિમને ચાલુ રાખવા અથવા પછી જીએસટી રેવેન્યૂમાં રાજ્યોની ભાગીદારીને 50 ટકા કરવાની માંગ કરી છે. જોકે ઓનલાઇન ગેમિંગ ( Online Gaming), કેસિનો ( Casino) અને રેસ કોર્સ ( Race Course) પર 28 ટક જીએસટી લગાવવાના રાજ્યોના નાણામંત્રીઓવાળી ( GOM) ની ભલામણ કરવા પર પણ ચર્ચા થશે.
251 વસ્તુઓના ટેક્સમાં ફેરફાર પર થશે નિર્ણય
જીએસટીના કાઉંસિલની બે દિવસીય બેઠકમાં 251 વસ્તુઓના કરોમાં ફેરફાર ઉપરાંત નાના ઓનલાઇન આપૂર્તિકર્તાના રજીસ્ટ્રેશન માપદંડોમાં ઢીલની ઓફર કરવામાં આવી છે.
દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999
0 Comments