નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ લખનારા વ્યક્તિની હત્યા, બે હત્યારાની ધરપકડ 144 લાગૂ, ઇન્ટરનેટ બંધ, પરિવારજનોએ 8 કલાક બાદ સ્વીકાર્યો મૃતદેહ

ઉદયપુર હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાકાંડનો વીડિયો જોઇ બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે દરજીની હત્યા બાદ ઉદયપુરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

રાજસ્થાનના ઉદયપુરથી હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. જોકે અહીં નૂપુર શર્માનું સમર્થન કરનાર એક દરજીને તેની દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યાઓએ નિર્દયતાપૂર્વક દરજીનું ગળું કાપી દીધું હતું. ઉદયપુર હત્યાકાંડમાં રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાકાંડનો વીડિયો જોઇ બંને આરોપી મોહમંદ ગૌસ અને રિયાઝ અંસારીની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે દરજીની હત્યા બાદ ઉદયપુરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

ધારદાર હથિયાર વડે કાપ્યું દરજીનું ગળું

તમને જણાવી દઇએ કે ઉદયપુરમાં બર્બરતાપૂર્ણ ઘટના માલદાસ સ્ટ્રીટ વિસ્તારમાં સર્જાઇ હતી. દરજી પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. મૃતકે થોડા દિવસ પહેલાં નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.

પોલીસને મળી મોટી સફળતા
ઉદયપુર હત્યાકાંડમાં તાત્કાલિક એક્શન લેતાં રાજસ્થાન પોલીસે બંને હત્યારાની ધરપકડ કરી લીધી છે. આ બંને હત્યારા રાજસંમદ જિલ્લાના ભીમથી પકડાયા છે.

નૂપુર શર્માનું દરજીએ કર્યું હતું સમર્થન

જાણી લોકો મૃતક દરજીનું નામ કન્હૈયા છે. નૂપુર શર્મા પર આરોપ લગાવતાં તેમણે પૈગંબર મોહમંદ વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી, જેનું દરજીએ સમર્થન કર્યું હતું. હત્યારા આ વાતને લઇને દરજીથી નારાજ હતા. 

ઉદયપુરમાં દરજીની હત્યાને ઘટના પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે. સીએમએ ટ્વીટ કર્યું 'ઉદયપુરમાં યુવકની જઘન્ય હત્યાની નિંદા કરું છું. આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ગુનાની ઉંડાણપૂર્વક તપાસક અરશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરું છું. એવા જઘન્ય ગુનામાં લુપ્ત દરેક વ્યક્તિને કડક સજા અપાવવામાં આવશે. 

એક અન્ય ટ્વીટમાં ગેહલોતે લખ્યું, હું તમામને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેર કરી માહોલ ખરાબનો પ્રયત્ન ન કરો. વીડિયો શેર કરવાથી અપરાધીનો સમાજમાં ધૃણા ફેલાવવાનો ઉદ્દેશ્ય સફળ થશે.


દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999




Post a Comment

0 Comments