ફરજમાં બેદરકારી સબબ સલાયાના ત્રણ પોલીસકર્મીઓની તાકીદે બદલી...

ફરજમાં બેદરકારી સબબ સલાયાના ત્રણ પોલીસકર્મીઓની તાકીદે બદલી :  જિલ્લા પોલીસ વડા દ્વારા આકરું પગલું

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં થયેલી માથાકૂટ તથા જીવલેણ તકરારના સંદર્ભમાં જિલ્લા પોલીસે સલાયાના એક આરોપીની ધરપકડ કરી હતી. આ શખ્સને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તે નાસી છુટતાં આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કડક વલણ અખત્યાર કરી અને સલાયા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા નગાભાઈ હરદાસભાઈ લુણા, પીઠાભાઈ પાબાભાઈ જોગલ તથા વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા નામના ત્રણ પોલીસ કર્મીની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. આ પ્રકરણે સ્થાનીક પોલીસ બેડામાં ચકચાર પ્રસરાવી છે.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો -8733879999



Post a Comment

0 Comments