સુરત કોકેઈન દેવા આવેલું જામનગરનું દંપતિ પકડાયું સહીત એક આધેડ ના ખિસ્સામાંથી રૂ.39.10 લાખનુ 39.10 ગ્રામ કોકેઇન કબજે કર્યુ...


ગુર્જરને કોકેઇનની ડીલેવરી દેવા આવેલા જામનગરના વતની મુંબઇમાં રહેતા એક દંપતિને એસઓજીએ પકડી પાડયુ હતુ.પોલીસે તલાશી વેળા દંપતિ પૈકી આઘેડના પેન્ટના ખીસ્સામાંથી રૂ. 39.10 લાખની કિમતના 39 ગ્રામ 100 મિ.લી. કોકેઇન કબજે કર્યુ હતુ.

સુરત નજીક પુર્વ બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત-કડોદરાના પુણા નિયોલ ચેક પોષ્ટ પાસે વોચ ગોઠવીને એક એસયુવી કારને અટકાવી હતી જેની તલાશી લેતા પોલીસે કારમાં સવાર એક દંપતિ પૈકી આઘેડના ખિસ્સામાંથી રૂ.39.10 લાખનુ 39.10 ગ્રામ કોકેઇન કબજે કર્યુ હતુ.જે દરોડા વેળાએ પોલીસે આરોપી ઇબ્રાહિમ હુશેન ઓડીયા અને તેની બીજી પત્ની તન્વીર ઇબ્રાહિમ ઓડીયા(રે. બંને બિસ્મીલ્લા હાઇટસ,તૈલી મહોલ્લો, મુંબઇ,મુળ જામનગર) પોથી જુદા જુદા પાંચ મોબાઇલ, રૂ. 2.12 લાખની રોકડ અને દશ લાખની કાર સહિત રૂ.51.68 લાખની મતા કબજે કરી હતી.

દક્ષિણ ગુજરાતમાં સંભવત પ્રથમ વખત મોટી માત્રામાં કોકેઇન પ્રથમ વાર પકડાયુ છે.જે ઇસ્માઇલ ગુર્જરને આપવાનુ હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ. બનાવ અંગે પોલીસ તપાસમાં ઇબ્રાહિમને કોકેઇન મુંબઇમાં નાઇઝેરીયન ડેન્હીલઅ આપ્યુ હોવાનુ ખુલ્યુ હતુ.જે આફ્રિકન દેશોમાંથી ચોરી છુપીથી લાવી મુંબઇમાં મોટા પેડલરોને સપ્લાય કરતો હોવાનુ પણ ખુલ્યુ હતુ.

દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક જાહેરાત આવકારીએ છીએ દરેક બ્રેકિંગ ન્યૂઝ માં જામનગર તેમજ તમામ સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે સંપર્ક નો - 8733879999


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી સાથે જોડાઓ - ટેલિગ્રામ :- https://t.me/satyakasamnanews


વહાર્ટસપપ :- https://chat.whatsapp.com/E2bRSDJlsGuHnpwaBxhuya

Post a Comment

0 Comments