જામનગરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે 100 NCC કેડેટ્સ દ્વારા રક્તદાન કરાયું




કારગિલ વિશ્વ દિવસની 22મી વાર્ષિક ઉજવણી નિમિતે જામનગર એનસીસી ગૃપ હેડકવાર્ટર, 27 ગુજરાત એનસીસી બટાલિયન અને 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટ દ્વારા દેશનાં ગૌરવને જાળવવા શહીદીને વહોરનારા ભારતીય થલસેનાનાં સૈનિકોનાં અભિવાદન અને સમર્થનનાં ભાગરૂપે કારગિલ વિજય દિવસ બ્લડ ડાેનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વૈચ્છિક રકતદાનમાં જામનગરનાં 100 જેટલા એનસીસી કેડેટસ દ્વારા રકતદાન કરાયું હતું.

જામનગરમાં એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં તા. 26ના સવારના રકતદાન શિબિરમાં કર્નલ આર.કે. ભાટલાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી એનસીસી કેડેટસને દેશસેવા માટે પ્રેરિત કર્યા હતાં અને અભિવાદન જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરના કર્નલ કે.એસ. માથુર દ્વારા કરાયું હતું. 27 ગુજરાત એનસીસી બટાલિયન તથા 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં પીઆઇ સ્ટાફ અને એસોસીએટ એનસીસી ઓફિસર્સ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમના અંતમાં આયોજન સફળ બનાવવા બદલ ગ્રુપ કમાંડર કર્નલ કે.એસ. માથુર, 27 એનસીસી બટાલિયનના કમાંડિંગ ઓફિસર કર્નલ મનોજકુમાર બક્ષી દ્વારા વેટરન્સ, આર્મીના (સેવાનિવૃત) નાયક જાડેજા ભરતસિંહ નથુભા, હવાલદાર પરમાર દલપતસિંહ, નાયબ સુબેદાર જાડેજા હરદેવસિંહ, વિદ્યોતેજક મંડળના પ્રમુખ ઇન્દુલાલ સી. વોરા, રેડક્રોસ સોસાયટીના ચેરમેન બિપીન ઝવેરીની આભારવિધી કરાઇ હતી.

Post a Comment

0 Comments