•કરજણના મકાનમાંથી અટાલીની અવાવરૂ મકાનમાં લાશનો નિકાલ કર્યો તે સહિતના મુદ્દે તપાસ કરી
સ્વીટી પટેલ હત્યા કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પીઆઇ અજય દેસાઇ અને કિરીટસિંહને સાથે રાખી અટાલીમાં અવાવરું મકાન સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસે રિકન્સ્ટ્રક્શન કરવાની સાથે જે સ્થળે અગાઉ માનવ હાડકા મળ્યા હતા. તે સ્થળ અને તેની આસપાસ ખાડો ખોદીને તપાસ કરતા વધુ ચાર હાડકા મળી આવ્યા હતા, જેથી આ હાડકા કોના છે તે તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસની ટીમે મોડી સાંજ સુધી આ સ્થળે સર્ચ પણ કર્યું હતું.
બાથરૂમમાંથી મળેલું લોહી માનવનું હોવાનું ખુલ્યુ
પોલીસે એફએસએલને સાથે રાખીને પીઆઇ દેસાઇના કરજણના મકાનમાં તપાસ કરતાં અગાઉ બાથરૂમમાંથી લોહીના ડાઘ મળ્યા હતા, જેની તપાસ કરાતા આ લોહી માનવનું હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે પીઆઇ દેસાઇની આ મામલે પૂછપરછ પણ કરી હતી. બાથરૂમમાં માનવ લોહી કઇ રીતે આવ્યું અને આ લોહી સ્વીટીનું છે કે, કેમ તથા બાથરૂમમાં તે દિવસે અને રાત્રે કોઇ ઘટના બની હતી કે, કેમ તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ આદરી હતી.
કરજણના મકાનમાંથી અટાલીની અવાવરૂ મકાનમાં લાશનો નિકાલ કર્યો તે સહિતના મુદ્દે તપાસ કરી
10 કલાક કરતા વધુ સમયનું રિકસ્ટ્રકશન કરાયું
સ્વીટી પટેલની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજય દેસાઇને લઇને મંગળવારે સવારે 11.20 વાગે તેના કરજણ સ્થિત ઘરે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી. જ્યાં પીઆઇને સાથે રાખીને સ્વીટી પટેલની હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે પીઆઇને કારમાં બેસાડીને લાશને કેવી રીતે લઇ ગયો તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત મકાનના બાથરૂમમાં લોહીના ડાઘા અંગે પણ તપાસ કરી હતી. ત્યારબાદ પીઆઇ અને કિરીટસિંહ જાડેજાને અટાલીની અવાવરુ હોટેલ પાસે લઇ જવાયા હતા જયાં 6 કલાક કરતા વધુ સમય સુધી લાશનો નિકાલ કઇ રીતે કર્યો તેનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. પોલીસે સવારથી શરૂ કરી મોડી સાંજ સુધી અંદાજે 10 કલાક કરતા વધુ સમયનું રિકસ્ટ્રકશન કર્યું હતું.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પીઆઇ અજય દેસાઇ અને કિરીટસિંહને સાથે રાખી અટાલીમાં અવાવરું મકાન સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું
પીઆઇ કાર રિવર્સ લઇ ઘરના કમ્પાઉન્ડમાં લઇ ગયો
સમગ્ર ઘટનાના રિકન્સ્ટ્રક્શનના ભાગરૂપે સસ્પેન્ડેડ પીઆઇ અજય દેસાઇએ કંઇ રીતે કાર રિવર્સ લઇ ઘરના કમ્પાઉન્ડમાં લઇ ગયો અને ત્યારબાદ સ્વીટી પટેલની લાશને ઊંચકી કારની ડીકીમાં મૂકી દહેજના અટાલી ખાતે લઇ જવામાં આવી તે સમગ્ર ઘટનાનુ પુનરાવર્તન કરાવ્યું હતુ. પીઆઇએ બાજુના પાડોશના મકાનના કમ્પાઉન્ડમાંથી પોતાની કંપાસ કાર બહાર કાઢી પોતાના મકાનના કપાઉન્ડમાં રિવર્સ લઇ જઇ જે રીતે ડીકીમાં લાશ મૂકી હતી તેનું નિદર્શન કરાયુ હતું અને પીઆઇએ જ પોલીસની ઇનોવા કાર ચલાવી પોતે કઇ રીતે પાર્ક કરી હતી તે પોલીસ ટીમને બતાવ્યું હતું.
કરજણ બાદ પીઆઇને અટાલી લઇ જવાયો
પોલીસ સવારે 11.20 કલાકે પીઆઇ દેસાઇને લઇને કરજણના ઘેર પહોંચી હતી અને થોડી વાર બાદ કરજણ પોલીસ પાસેથી પીઆઇના મકાનની ચાવી મંગાવાયા બાદ પોલીસ પીઆઇને લઇને મકાનમાં પ્રવેશી હતી અને ઘરમાં બે કલાક સુધી સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી હતી. કરજણમાં અંદાજીત અઢી કલાક ઉપરાંતનો સમય વિતાવ્યા બાદ બપોરે અઢી વાગ્યાના અરસામાં અજય દેસાઇને એજ રસ્તેથી દહેજ લઇ જવામાં આવ્યો, જ્યાંથી તે પોતાની કારમાં સ્વીટી પટેલની લાશ મૂકીને સળગાવવા માટે લઇ ગયો હતો.
કઇ રીતે સ્વીટી પટેલની લાશને બહાર કાઢી તેની માહિતી લીધી
કરજણથી દહેજના અટાલી ગામે આવેલી કિરીટસિંહની બંધ પડેલી હોટલમાં અજય દેસાઇએ કંઇ રીતે કાર અને કયા રસ્તેથી કાર અંદર લઇ ગયો હતો, તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ત્યારબાદ કારમાંથી કઇ રીતે સ્વીટી પટેલની લાશને બહાર કાઢી લાકડા પર જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવી દેવામાં આવી તે સમગ્ર ઘટનાનુ પોલીસ રિકન્સ્ટ્રક્શન કરાવી જરૂરી માહિતી એકત્ર કરી હતી.
પીઆઇ કેટલો સમય રોકાયો તેની માહિતી મેળવી
આ સ્થળે તે કેટલો સમય રોકાયો હતો અને લાકડા સહિતની ચીજો ક્યાંથી એકત્ર કરી હતી તે સહિતના મુદ્દા પર તપાસ કરાઇ હતી. પીઆઇ લાશને લઇને જયારે અટાલી પહોંચ્યો ત્યારે કિરીટસિંહ કયા હતો અને તેણે કઇ રીતે મદદ પુરી પાડી હતી તેની પણ માહિતી મેળવાઇ હતી.
0 Comments