CR પાટીલને માજી બુટલેગર કહેતા ગોપાલ ઇટાલીયા વિરૂદ્ધ સુરતમાં સાત ફરિયાદો, જાણો શું છે મામલો



    SURAT:  આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર જીવનમાં રહેલ વ્યક્તિઓ માટે કરવામાં આવતી બીભત્સ ટીકા-ટિપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જનતા સમક્ષ માફી માંગે.

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીએ સુરત શહેરના સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં અમુક સીટો શું મેળવી કે તેમના પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઇટાલીયા દ્વારા અવનવી પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કે જેઓ નવસારી સંસદીય મતવિસ્તારના સાંસદ પણ છે તેમના વિરૂધ્ધ બેફામ બોલી રહ્યા છે અને તેમના સંસદીય મત વિસ્તારના પ્રજાજનોને તેમના વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવતી આવી ટીકા-ટિપ્પણી વિશે ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા કુલ સાત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદોમાં જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા સોશિયલ મીડિયા મારફતે તેમના પ્રમુખ ઇટાલીયા પાસે માગણી કરવામાં આવી છે, જ્યારે બ્લેન્ડર એ નશિલું પીણું છે, માટે કહી શકાય કે આમ આદમી પાર્ટી અને તેમના કાર્યકરો નશીલા પદાર્થોનું સેવન કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને ગુમરાહ કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવેલ છે અને જો આ અન્વયે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના પ્રમુખ પણ દોષિત સાબિત થાય તેમ છે.


ગોપાલ ઇટાલીયા પોતે જાહેર જીવનમાં હોય તેમને તે સ્મરણ રહેવું જોઈએ કે, જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે વાત કરવાની હોય ત્યારે સમજી વિચારીને બોલવું જોઈએ અને એમાં પણ ખાસ કરીને જાહેર જીવનમાં વ્યક્તિ હોય ત્યારે તેમના વિશે સમજી-વિચારીને જ બોલવું જોઈએ, એમ જોવા જઈએ તો દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કોરોના મહામારી ના આ કપરા સમયગાળા દરમિયાન અત્યાર સુધી ઓક્સિજનની અછત છે એમ કહીં ઓક્સિજન નો પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી રાખ્યો છે. આવી જ રીતે ગુજરાત રાજ્યની દરેક રાજનૈતિક પાર્ટીઓ પાસે આમ આદમી પાર્ટી વિશે અને તેમના નેતાઓ વિશે બોલવાના અસંખ્ય મુદ્દાઓ છે અને બોલવા જઈએ તો જેટલું બોલીએ એટલું ઓછું પડે તેમ છે, પરંતુ ભારતીય જનતા પક્ષ કે ગુજરાતની કોઈપણ રાજનૈતિક પાર્ટી ગુજરાતની ગરિમાને લાંછન ન લાગે તે માટે તેનો કોઇ પણ જાતની ટીકા-ટિપ્પણી કરતા નથી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવતા બેફામ ભાષણ કે ગુજરાતની કોઈપણ પાર્ટીના નેતાઓ વિશે બિભત્સ ટીકા ટિપ્પણી કરવાનું બંધ કરી ગુજરાતની જાહેર જનતા સમક્ષ અત્યાર સુધી કરવામાં આવેલ ટીકા-ટિપ્પણી માટે માફી માગે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરૂદ્ધ કોઈ પણ પુરાવા ન હોવા છતાં આ પ્રકારની તેમને પ્રતિષ્ઠાને ઝાંખી કરવા અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જે અયોગ્ય છે જેથી ગોપાલ ઇટાલીયા સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરીને શિક્ષાત્મક પગલાની માગ કરી છે.

Post a Comment

0 Comments