મ્યુકરમાઈકોસીસ બિમારીના ઈન્જેક્શનની કાળા બજારી કરનાર ચાર ઈસમો ઝડપાયા


•એક ઈન્જેક્શન રૂ.10 હજારમાં વેચી કાળા બજારી કરતા

•ચારેય આરોપીને ઝડપી 8 ઈન્જેક્શનો જપ્ત કર્યા

અમદાવાદ: મ્યુકરમાઈકોસીસની બિમારીથી પીડાતા દર્દીઓને એમ્ફોટેરીસીન બી નામના ઈન્જેક્શન બજાર કરતા ઉંચા ભાવે વેચાણ કરી કાળા બજારી ફેલાવનાર ચાર શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી તેમની પાસેથી એમ્ફોટેરીની બી નામના 8 ઈન્જેક્શન જપ્ત કર્યા હતા. પુછપરછ દરમિયાન આરોપીએ એક ઈન્જેક્શન રૂ.10 હજારમાં વેચતા હોવાનું જણાવ્યુ હતુ. જોકે ક્યાંથી લાવ્યા અને કોને કોને વેચાણ કર્યા તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરમાં કોરોનાની વચ્ચે મ્યુકરમાઈકોસીસની બિમારી પણ ઝડપથી વધી રહી છે. ત્યારે આ બિમારી માટેના ઈન્જેક્શનોની કાળા બજારી પણ વધી રહી છે પહેલા લોકો રેમડેસીવીર શોધતા હતા હવે લોકો આ ઇન્જેક્શન શોધે છે.

દરમિયાનમાં ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, પ્રજ્ઞેશ પટેલ તથા સ્મિત રાવલ નામના શખ્સો પોતાના મળતીયા માણસો મારફતે મ્યુકર માઈકોસીસની બિમારીથી પીડીત દર્દીઓ જે ઓને એમ્ફોટેરીસીન – બી નામના ઈન્જેક્શનની જરુરીયાત હોય તેના સગાઓને બજાર કિંમત કરતા વધુ ભાવે વેચાણ કરી કાળા બજારી કરી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે છટકુ ગોઠવીને પ્રજ્ઞેશ પટેલ, વશિષ્ઠ પટેલ, નિરવ પંચાલ અને સ્મિત રાવલને ઝડપી લીધા હતા.

ચારેય આરોપી પાસેથી એમ્ફોટેરીસીન બી ના 8 ઈનેક્ડશન તથા રોકડા રૂ.80 હજાર મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચની પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, આ ઈન્જેક્શનની કિંમત રૂ.314 છે. પરંતુ મ્યુકર માઈકોસીસની બિમારીથી પીડીત દર્દીઓ જેઓને આ ઈન્જેક્શનની જરૂર હોય તેનો ફાયદો લઈ તેમને રૂ.10 હજારમાં વેચતા હતા.


Post a Comment

0 Comments