પંજાબમાં મિગ-21 વિમાન જમીનમાં 5 ફૂટ ઘૂસી ગયું. અકસ્માતમાં પાઇલટનું મોત.

ખરાબ હવામાનને કારણે રેસ્ક્યૂમાં વિલંબઃ 6 કલાક બાદ પાઇલટ અભિનવનો શબ બહાર કઢાયો

ચંડીગઢઃ પંજાબમાં વાયુસેનાનું એક મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત(MIG plane crash)થઇ જમીનમાં 5 ફૂટ અંદર ઘૂસી ગયું. મોગા વિસ્તારમાં થયેલા અકસ્માતમાં પાઇલટનું મોત થયું છે. આ વિમાન નિયમિત ટ્રેઇની ફ્લાઇટ પર હતું ત્યારે તૂટી પડ્યુ તેની સાથે જ તેમાં આગ લાગી ગઇ.

પ્રાપ્ત વિગત મુજબ આ દુર્ઘટના ગઇ કાલે ગુરુવારે રાત્રે આશરે 9.30 વાગે મોગાથી આશરે 25 કિમીટરે બાઘાપુરાનાના લાંગિયાના ખુર્દ ગામમાં થઇ. એસપી ગુરદીપ સિંહે જણાવ્યું કે ઘટનામાં પાઇલટ અભિનવ ચૌધરીનું મોત થઇ ગયું.

પાઇલટનું ગર્દન તૂટી જતાં મોત

ખરાબ હવામાનને કારણે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે રાત્રે 11 વાગે પહોંચી શકી હતી. પછી રાત્રે આશરે ત્રણ વાગે બહુ મહેનતથી પાઇલટ અભિનવ ચૌધરીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. કારણ કે વિમાન જમીનમાં 5 ફૂટ ખૂંપી ગયુ હતું. પાઇલટનું ગર્દન તૂટી જવાથી મોત થયું હોવાનું કહેવાય છે.

આ મિગ વિમાને પંજાબના હલવારાથી રાજસ્થાનના સૂરતગઢ માટે ઉડાન ભરી હતી. ત્યારે રાત્રે સાડા નવ વાગે લંગિયાના ખુર્દ ગામની ઉપર તેમાં જોરદાક વિસ્ફોટ થયો. અવાજ સાંભળી ગ્રામીણોમાં ભય ફેલાઇ ગયો હતો. પ્રત્યેક્ષદર્શીઓએ જણાવ્યું કે વિમાનના ટુકડા આશરે 100 ફૂટ સુધી ફેલાઇ ગયા હતા અને મુખ્યભાગ જમીનમાં ધંસી ગયો (MIG plane crash) હતો. પાછળનો ભાગ જોઇ તેમને લાગ્યું કે આ કોઇ વિમાન છે.

રેસ્ક્યૂ ટીમના જણાવ્યા પ્રમાણે વિમાનમાં આગ લાગવાને કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયું. કામગીરીમાં પણ બહુ મુશ્કેલી પજી રહી હતી. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે.

એક સમયે મિગ-21 વાયુસેનાની કરોડરજ્જૂ હતા
નોંધનીય છે કે એક સમયે મિગ-21 વિમાનો ભારતીય વાયુદળની કરોડ રજ્જુ ગણાતા હતા પરંતુ હવે કોફિન બની રહ્યાનો આરોપ છે. વિમાનોની દેખરેખ અને અપગ્રેડ કરવાનો દાવો ભલે કરાઇ રહ્યો હોય, તેમ છતાં અવાર નવાર તે દુર્ઘટનાગ્રસ્ત થતાં રહે છે. પાઇલટ્સ મરતા રહે છે. હવે તો સેનામાં માત્ર સ્કવાર્ડન બચ્યા છે.

આ વિમાન કોઇ જંગ કે ઉડાન માટે ફિટ નહીં હોવાનું કહેવાય છે. છેલ્લે કાશ્મીરમાં બાલાકોટ સ્ટ્રાઇક બાદ મિગ-21 બાઇસન વિમાને પાકિસ્તાનને ધૂળ ચડાડી હતી. જેથી વહેલી તકે આ વિમાનોને સેનામાંથી હટાવવાની માગ ઉઠતી રહી છે.



Post a Comment

0 Comments