કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, નવા કેસ ઉમેરાવા સાથે જ દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 1,95,57,457 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં 2,15,542 દેશવાસીઓને ભરખી ચૂક્યો છે. હાલ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 33,49,644 પર પહોંચી ચૂકી છે. બીજી તરફ અત્યાર સુધીમાં 1,59,92,271 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
ભારતમાં અત્યાર સુધીમાં 15,68,16,031 લોકોને કોરોના વિરોધી રસી અપાઈ ચૂકી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 18,26,219 લોકોને વૅક્સિન આપવામાં આવી છે. દેશમાં 16 જાન્યુઆરીએ વૅક્સિનેશન અભિયાન શરૂ થયુ હતું. 1 મેથી 18થી વધુ વયના તમામ લોકોને વૅક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે અનેક રાજ્યોમાં વૅક્સિનની કમીના કારણે હાલ 18+નું વૅક્સિન નથી થઈ શક્યું.
0 Comments