સીરમ ઈન્ટસ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાને ભારતમાં પાવરફૂલ લોકો તરફથી મળી રહી છે ધમકીઓ


લંડન: કોરોના વાઈરસ સામે લડતને વેગ આપવા માટે આજથી ભારતમાં વૅક્સિનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અનેક રાજ્યોમાં વૅક્સિનની કમીના કારણે રસીકરણ નહી થઈ શકે. એવામાં સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ (Adar Poonawalla) આજે “ધી ટાઈમ્સ”ને ઈન્ટર્વ્યૂ આપીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.

ભારત સરકાર દ્વારા વાય કેટેગરીની સિક્યોરિટી મળ્યા બાદ પ્રથમ વખત મીડિયા સાથે વાત કરતા પૂનાવાલાએ જણાવ્યું કે, ભારતમાં પાવરફૂલ લોકો દ્વારા તેમને સતત ફોન કરવામાં આવી રહ્યાં છે અને કોવિશીલ્ડની માંગણી કરવામાં આવી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ભારતમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વૅક્સિન કોવિશીલ્ડનું ઉત્પાદન કરી રહી છે.

પૂનાવાલાએ જણાવ્યું કે, હું લંડનમાં લાંબા સમય સુધી રહીશ, કારણ કે આવી સ્થિતિમાં હું ભારત પરત જવા નથી માંગતો. બધા મારા ખભે ચઢી બેઠા છે અને હું એકલો આ બધું ના કરી શકું. અને જણાવ્યું કે, કોલ કરનારા લોકોમાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વેપારી મંડળના પ્રમુખો, ઉદ્યોગપતિઓ સહિત અનેક પાવરફૂલ હસ્તિઓ સામેલ છે.

Post a Comment

0 Comments