ગોધરા: પંચમહાલ જિલ્લાની મોરવા-હડફ વિધાનસભા બેઠક પર યોજાયેલા પેટાચૂંટણીની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠકના પરિણામ પર સૌ કોઈની નજર હતી, કારણ કે અહીં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે કાંટાની ટક્કર જામી હતી. જો કે હવે પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભાજપના ઉમેદવાર 45 હજાર મતે વિજેતા બન્યાં છે.
જણાવી દઈએ કે, આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટને 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મળી હતી. જો કે વર્ષ 2019માં ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ જાતિના પ્રમાણ પત્ર નકલી ગણાવીને ખાંટની વિધાનસભાની સદસ્યતા રદ્દ કરી હતી. જે બાદ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જો કે લાંબી બીમારી બાદ 21 જાન્યુઆરી,2021ના રોજ ભુપેન્દ્ર ખાંટનું અવસાન થઈ ગયું હતું.
જે બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. જેમાં ભાજપે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નિમિષાબેન સુથારને મેદાને ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે સુરેશભાઈ કટારાને મેદાને ઉતાર્યા હતા.
0 Comments