તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી છે. ટીએમસી અહીં 200 થી વધુ બેઠકો પર આગળ છે. તે દરમિયાન હવે દરેકની નજર નંદિગ્રામ પર હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ હાઇ પ્રોફાઇલ બેઠક જીતી લીધી છે. મમતા બેનર્જીએ ભાજપના સુભેન્દુને 1200 વોટથી હરાવી પોતાની ભવ્ય જીત હાસીલ કરી લીધી છે.
મમતા અને સુભેન્દુ વચ્ચે છેલ્લા રાઉન્ડ તક ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જો કે, શરુઆતથી જ સુભેન્દુ આગળ ચાલી રહ્યા હતા પરતું અંતિમ રાઉન્ડમાં મમતાએ બાજી પલટી દીધી હતી.
બંગાળમાં ભવ્યા જીત બાદ શું કહ્યું મમતાએ?
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ મમતા બેનર્જી લોકોની સામે આવ્યા હતા. થોડાક દિવસો પહેલા એક પ્રચારમાં મમતાના પગમાં જે ઈજા થઈ હતી તે હવે સારી થઈ છે જેથી તેમના પગમાં જે પટ્ટો બાંધ્યો હતો તેને હવે નિકાળી દેવામાં આવ્યો છે. મંચ પર સંબોધિત કરતા મમતાએ કહ્યું હતુ કે ‘”જય બંગાળ” બંગાળ હી કરી શકે છે. જો કે, કોરોના કહેર હોવાના કારણે મમતાએ લોકોને માસ્ક પહેરવા અને પોતાના ઘરે જવા માટેની અપીલ પણ કરી છે.
નંદીગ્રામને બંગાળની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ માનવામાં આવે છે, જયાં 1 એપ્રિલના દિવસે સૌથી વધુ 88 ટકા મતદાન થયું હતું. અહીંયા ટીએમસી પ્રમુખ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપમાં સુભેન્દુ અધિકારી તેમની સામે લડવા માટે ઉભા રહ્યા હતા.
ભૂતપૂર્વ સાથીદારે આપી ટક્કર
કોલકાતામાં 5 જાન્યુઆરી, 1955ના રોજ જન્મેલી મમતા બેનર્જી, તેમના સંઘર્ષ, સાદગી અને ‘મા, માટી અને માનુષ’ ના નારા સાથે, 2011 માં પશ્ચિમ બંગાળની પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બની. પાંચ વર્ષ પછી, તે પહેલા કરતા મોટી શક્તિ તરીકે ઉભરી અને બીજી વખત મુખ્યમંત્રી બની. ત્રીજી વખત મુખ્યમંત્રી બનવાના સપના સાથે, આ વખતે મમતા નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહી હતી. જ્યાં ફક્ત તેના જૂના સાથીએ જ તેની સાથે સ્પર્ધા કરી હતી.
નંદીગ્રામથી મમતા બેનર્જીએ શુભેન્દ્રુ અધિકારીને આપી માત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપાના અનેક બીજા મોટા ચહેરાઓએ પશ્ચિમ બંગાળમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો. અનેક દશકાઓ સુધી પશ્ચિમ બંગાળની સત્તા પર રહેલી વામ પાર્ટીઓ અને કોંગ્રેસનો આ ચૂંટણીમાં સફાયો થઈ ગયો છે.
નંદીગ્રામની સીટ પર મમતા બેનર્જી અને શુભેન્દ્રુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર થઈ રહી હતી. શરૂઆતમાં અધિકારી મોટા વોટોથી મમતા બેનર્જીથી આગળ ચાલી રહ્યાં હતા. જોકે, અંતે મમતાએ તેમને માત આપી દીધી છે.
શરૂઆતના કેટલાક તબક્કાઓમાં મતગણતરીના વલણોમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામમાં પોતાના પૂર્વ સહયોગી અને હવે ભાજપામાં સામેલ થઈ ચૂકેલા શુભેન્દ્ર અધિકારી સામે સંઘર્ષ કરતાં નજરે પડ્યા હતા. જોકે, અંતે તેમને અધિકારીને 1200 વોટોથી માત આપી છે.
0 Comments