મોબાઇલ એપ દ્વ્રારા જ રિપોર્ટ આવી જશે.
નવી દિલ્હીઃ ભારતના નાગરિકોએ હવે કોરોના ટેસ્ટિંગ માટે હેરાન-પરેશાન થવાની જરુર નથી. તેઓ ઘેરબેઠા જ કોરોનાનો ટેસ્ટ કરી શકશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોના ટેસ્ટિંગ માટે બનેલી રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ (Rapid antigen test kit)ને મંજૂરી આપી દીધી. જેનાથી લોકો જાતે ટેસ્ટિંગ કરી શકશે. હોમ ટેસ્ટિંગ કિટ માટે પૂણેની MY LAB DISCOVERY SOLUTION LTD કંપનીને મંજૂરી આપવામાં આવી છે.
રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ દ્વ્રારા લોકો ઘેરબેઠા નાક દ્વારા કોરોનાની તપાસ માટેના સેન્પલ લઇ શકશે. જો કે અત્યારે હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક (કોરોનાના લક્ષણવાળા) દર્દીઓ માટે છે. ઉપરાંત કન્ફર્મ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો પણ આ કિટ (Rapid antigen test kit)નો ઉપયોગ કરી શકશે. આઇસીએમઆરે આ કિટના ઉપયોગ માટેની એડવાઇઝરી પણ જારી કરી છે. કે કેવી રીતે તેનો ઉપયોગ કરવો.
મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવાની રહેશે
ICMR તરફથી જારી નિવેદન અનુસાર, હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે. અથવા તો એવા લોકો કે જેઓ લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કિટ બનાવનાર કંપનીએ જણાવેલ મેન્યુઅલ રીતે થશે. તેના માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપ દ્વારા પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે.
આવી રીતે કરી શકાશે ટેસ્ટ
~ સૌથી પહેલાં કંપનીએ આપેલા મેન્યુઅલનું પાલન કરવાનું રહેશે.
~ તેના માટે ગૂગલ પ્લેસ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે.
~ COVISELF (Pathocatch)નામની આ કિટ દ્વારા લોકોનો નાકનો સ્વેબ લેવાનું રહેશે.
~ હોમ ટેસ્ટિંગ કરનારા લોકોએ સ્ટ્રિપનો ફોટો લેવાનો રહેશે. આ ફોટો એ ફોનથી લેવાનો રહેશે, જેના પર મોબાઈલ એપ ડાઉનલોડ કરી હોય.
~ મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે.
~ જે લોકો પોઝિટિવ હશે, તેમણે આઈસોલેશન અંગે ICMR અને આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન માનવાની રહેશે.
~ લક્ષણવાળા છતાં જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે, તેમણે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે.
0 Comments