નવી દિલ્હી: કોરોના વાયરસના કહેર વચ્ચે સિંગાપુર વેરિએન્ટને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક ટ્વીટથી વિવાદ થયો છે. સિંગાપુર વેરિએન્ટ ધરાવતા અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભડકેલા સિંગાપુરે અરવિંદ કેજરીવાલના નિવેદનને ફગાવી દીધુ છે પણ સિંગાપુર સરકારે ભારતીય હાઇકમિશનને બોલાવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જાણકારી આપી છે કે અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર સિંગાપુરે નિંદા વ્યક્ત કરતા આપણા હાઇકમિશનને બોલાવ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે સિંગાપુર સરકારે સિંગાપુર વેરિએન્ટને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટ્વીટ પર આપત્તિ વ્યક્ત કરવા માટે આજે આપણા હાઇકમિશનને બોલાવ્યા છે. તે બાદ હાઇકમિશને ભારત તરફથી જવાબ આપ્યો છે અને સ્પષ્ટ કર્યુ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે કોરોનાના વેરિઅન્ટ અથવા નાગરિક ઉડ્ડયન નીતિ પર બોલવાનો કોઇ અધિકાર નથી.
અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર સિંગાપુરે ટ્વીટ કરી તે દાવાને ફગાવી દીધો હતો જેમાં તેમણે કહ્યુ હતું કે સિંગાપુરમાં મળેલો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ભારતમાં સંક્રમણની ત્રીજી લહેર લાવી શકે છે. સિંગાપુરે કહ્યુ કે B.1.617.2 વેરિઅન્ટ તાજેતરમાં આવેલા કોરોનાના કેટલાક કેસમાં મળ્યો છે અને આ ભારતમાં સૌથી પહેલા મળ્યો હતો.
સાથે જ સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ભારતીય મીડિયા રિપોર્ટનો હવાલો આપતા એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ કે આ રિપોર્ટોમાં કોઇ સત્ય નથી. નિવેદન અનુસાર, કોઇ સિંગાપુર વેરિએન્ટ નથી. કોરોનાનો B.1.617.2 સ્ટ્રેન તાજેતરના અઠવાડિયામાં કેટલાક કેસ સામે આવ્યા છે અને આ ભારતમાં જ સૌથી પહેલા મળ્યો હતો. ભારતમાં સિંગાપુરના દૂતાવાસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ટ્વીટને કોટ કરતા એમ પણ આ નિવેદન જાહેર કર્યુ છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રને અપીલ કરી હતી કે તે સિંગાપુરથી આવતી ફ્લાઇટને તુરંત સસ્પેન્ડ કરે, તેમણે કહ્યુ હતું કે સિંગાપુરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ મળ્યો છે જે બાળકો માટે ખતરનાક છે.
હરદીપ પુરીએ આપ્યો હતો કેજરીવાલને જવાબ
આ પહેલા કેન્દ્રીય નાગરિક વિમાન મંત્રી હરદીપ સિંહ પુરીએ કેજરીવાલને જવાબ આપતા કહ્યુ હતું કે આંતરરાષ્ટ્રીય ઉડાન માર્ચ 2020થી જ બંધ છે અને સિંગાપુર સાથે એર બબલ પણ નથી. હરદીપ પુરીએ કહ્યુ હતું, કેજરીવાલજી, માર્ચ 2020થી જ આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ છે. સિંગાપુર સાથે એર બબલ પણ નથી. કેટલીક વન્દે ભારત ઉડાનોથી અમે ત્યા ફસાયેલા ભારતીય લોકોને પરત લાવીએ છીએ. તે આપણા જ લોકો છે, છતા પણ સ્થિતિ પર અમારી નજર છે. તમામ સાવધાની રાખવામાં આવી રહી છે.
0 Comments