સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઓક્સિજન પ્લાન્ટ માટે મદદ માટે આગળ આવ્યા છે. સોમનાથ ટ્રસ્ટ તરફથી ઓક્સિજન પ્લાન્ટ માટે 50 લાખ જ્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. આ રીતે ઓક્સિજન પ્લાન્ટ માટે 75 લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે ત્યારે મહામારી દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં જરૂરીયાત મુજબ ક્વોરન્ટાઇન પેશન્ટ તથા પરિવાર માટે વેરાવળ, પ્રભાસ પાટણમાં ટિફિન સેવા તેમજ કોવિડ કેર સેન્ટર માટે 73 રૂમનું લીલાવતી ભવન સુપરત કરવામાં આવ્યુ છેi. પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરીયાત મુજબ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટે 50 લાખ રૂપિયા પણ ફાળવવામાં આવશે.
જિલ્લા આરોગ્ય કેન્દ્રના સુપરવિઝન હેઠળ ઓક્સિજન પ્લાન્ટ ત્રમ અઠવાડિયામાં કાર્યરત થશે. પ્લાન્ટ કાર્યરત થવાથી રોજના 51થી વધુ સિલિન્ડર જેટલો ઓક્સિજન મળી શકશે. કોરોના મહામારીમાં લોકો જ્યારે હૉસ્પિટલમાં ઑક્સિજન માટે વલખા મારી રહ્યા છે, ત્યારે ટ્રસ્ટ હોય કે સેવાભાવી સંસ્થા કે પછી કોઈ પણ પક્ષના નેતા, તમામ લોકો શક્ય મદદ કરી રહ્યા છે.
ફેસબુક માં જોડાવા ક્લિક કરો :- 👉 www
0 Comments