એવું કહેવાય છે કે, આ તમામ મહિલાઓ બળિયાદેવના મંદિરમાં જળ અભિષેક કરવાની બાધા પૂરી કરવા જઈ રહી છે. હાલ આયોજનમાં સામેલ મહિલાઓ સહિત સરપંચને કોવિડ પ્રોટોકોડ તોડવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સાણંદ તાલુકાના નવાપુરા અને નિધરાડ ગામમાં મોટી સંખ્યામાં મહિલાઓ પૂજા કરવા માટે એકત્ર થઈ હતી. હકીકતમાં કોરોનાને દૂર કરવાના નામે ગુજરાતના સાણંદમાં બળિયાદેવ મંદિર પર જળ ચઢાવવા માટે લોકોને કહેવામાં આવ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો સરેઆમ ભંગ કરતા હોય તેમ આ મહિલાઓ પોતાના માથા પર કળશ મૂકીને એકસાથે રસ્તા પર જઈ રહી છે. આ દરમિયાન મોટા અવાજે ડિજે પણ વાગી રહ્યું છે.
સોશિયલ મીડિયામાં આ પ્રસંગનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ પણ હરકતમાં આવી છે. પોલીસે સરપંચ સહિત અત્યાર સુધી નવાપુરા ગામના 24 લોકો વિરુદ્ધ એપિડેમિક એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સિવાય ડિજે વાળા અને કાર્યક્રમના આયોજક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
0 Comments