બે દિવસમાં ભારત આવશે સ્પુતનિક-વીની 150,000 ડોઝ રસી, જુલાઇ સુધી એક કરોડનું લક્ષ્ય

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ઘાતક બની રહી છે. બીજી તરફ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવને કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહેવા કહ્યુ છે. એવામાં આ સંકટના સમયમાંથી બહાર આવવા માટે રશિયા આગામી બે દિવસમાં સ્પુતનિક-વીના ટેન્કોની 150,000 ડોઝનો બીજો જથ્થો ભારત મોકલી રહ્યુ છે. બન્ને દેશો વચ્ચે થયેલી વાતચીત અનુસાર રશિયા જૂન સુધી 50 લાખ અને જુલાઇમાં એક કરોડથી વધુ સ્પુતનિક-વીની રસી ભારત મોકલવાની તૈયારી કરી રહ્યુ છે.

દર કલાકે 70 કિલોગ્રામ ઓક્સિજનનું ઉત્પાદન કરનાર ટ્રક મોકલશે રશિયા

રશિયા રસીની સાથે ન્યૂનતમ 4 ઓક્સીજન ટ્રક પણ ભારત મોકલવાની તૈયારી કરી રહ્યુ છે. નવી દિલ્હી અને મોસ્કોમાં સ્થિત રાજનાયિકો અનુસાર ઓક્સિજન ઉત્પન્ન કરનારો આ ટ્રક પ્રતિ કલાક 70 કિલોગ્રામ અને પ્રતિ દિવસ 50,000 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ક્ષમતા રાખે છે. આ અઠવાડિયાના અંત સુધી રશિયા પોતાના આઇએલ-76 વિમાનથી આવા જ 4 ઓક્સિજન ટ્રક ભઆરત મોકલવા જઇ રહ્યુ છે.

12 એપ્રિલે મળી હતી સ્પુતનિક-વીના ઉપયોગની મંજૂરી

મહત્વપૂર્ણ છે કે 12 એપ્રિલે ભારતમાં રશિયાની સ્પુતનિક-વી વેક્સીનના ઉપયોગની મંજૂરી મળ્યા બાદ રસીનો પ્રથમ જથ્થો 1 મેએ ભારત મોકલવામાં આવ્યો હતો. કોરોના વાયરસ વિરૂદ્ધ આ રસી 90 ટકાથી વધુ પ્રભાવિત છે. આ દિવસે દેશમાં 18થી 44 વર્ષની વય ધરાવતા લોકોને રસી લગાવવામાં આવી રહી છે.


વેન્ટિલેટર, ઓક્સિજન કંસટ્રેટર અને મોનિટર પણ મોકલી ચુક્યુ છે રશિયા

મહત્વપૂર્ણ છે કે રશિયાએ આ પહેલા દિલ્હીની એક હોસ્પિટલમાં 150 બેડના મોનિટર અને કલાવતી હોસ્પિટલમાં 75 વેન્ટિલેટર અને 20 ઓક્સિજન કંસટ્રેટર મોકલી ચુક્યુ છે. બીજી તરફ ઉત્તર ભારતના તમામ કેન્દ્રીય એમ્સમાં કોરોનાની સારવારમાં ઉપયોગ આવનારી દવાની 200,000 ગોળીઓની પણ સહાયતા કરી છે.


 ફેસબુક સાથે જોડાવા આ લિંક ઉપર ક્લિક  કરો 👉:-  www

Post a Comment

0 Comments