ગાંધીનગર: કોરોના જેવા કપરા કાળમાં આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે, તેવા સમયે રાસાયણિક ખાતરોના ભાવમાં તોતિંગ 58 ટકા જેટલો વધારો થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ ગઇ છે. આથી આ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવા ખેડૂત એકતા મંચે માંગણી કરી છે. નાછૂટકે, અસ્તિત્વ ટકાવવા માટે ખેડૂતોએ હાલ બિલકુલ યોગ્ય નથી એવા રેલી, ધરણા, ચૂંટાયેલા સભ્યોના ઘરના ઘેરાવ જેવા કાર્યક્રમો કરવા પડે જે તદ્દન અયોગ્ય છે.
ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી તેમ જ આમ આદમી પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તથા બનાસકાંઠા જિલ્લાના કિસાન આગેવાન ભેમાભાઇ આર.ચૌધરી મુખ્મયંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે,
“સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલુ હતી એ દરમ્યાન રાસાયણિક ખાતરોના ભાવ-વધારા જાહેર થયા હતા, ત્યારે ગુજરાતના કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું કે, “વિરોધ પક્ષ અને કેટલાક ખેડૂત આગેવાનો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ખાતરોના ભાવમાં કોઈ વધારો થયો નથી.” આ શું હતું ? ગુજરાતના ખેડૂતોને કોણે ગેરમાર્ગે દોર્યા? આને મત મેળવવા માટે ખેડૂતો સાથે થયેલી છેતરપિંડી ના કહેવાય?”
તેમણે વધુમાં જણાવ્યું છે કે, ખાતરોના ભાવમાં થયેલો આ વધારો ઐતિહાસિક છે, દેશ અને ગુજરાતના ઇતિહાસમાં કૃષિ ઉપજ માટે આવશ્યક એવી કોઈપણ વસ્તુના ભાવમાં સીધો 58% જેટલો વધારો થયાનું અમારી જાણમાં નથી. આટલું મોટું ઐતિહાસિક પગલું સરકારે કેમ ભર્યું ? તેની પાછળ કુપા કરીને આંતરરાષ્ટ્રીય ભાવોનો હવાલો આપીને ભાવ-વધારો વાજબી ઠરાવવાની કોશિશ સરકારે ના કરવી જોઈએ. રાજ્ય સરકારે કોઈપણ રીતે આ ભાવવધારાને એડજસ્ટ કરીને ખેડૂતોને આ બોજથી મુક્ત રાખવા જોઈએ.
તેમણે સ્પષ્ટ માંગણી કરી છે કે ગુજરાત સરકારે, હાલ કોરોનના કપરા સમયમાં, એક તરફ APMC બંધ છે, ધિરાણ સુલ્ટાવવાના છે, ઘરમાં મરણ કે બીમારી છે, ડીઝલ, બિયારણ, દવાઓ, મજૂરીના ભાવો વધી રહ્યા છે ત્યારે ખાતરનો આ તોતિંગ વધારો ખેડૂતો ખામી શકે એમ નથી જ. જો સરકાર આ વધારો પાછો ના ખેંચે તો નાછૂટકે, અસ્તિત્વ ટકાવવા માટે ખેડૂતોએ હાલ બિલકુલ યોગ્ય નથી એવા રેલી, ધરણા, ચૂંટાયેલા સભ્યોના ઘરના ઘેરાવ જેવા કાર્યક્રમો કરવા પડે જે તદ્દન અયોગ્ય છે. જેથી આ અંગે તાત્કાલિક ઘટતો નિર્ણય કરી જાહેરાત કરવા માંગણી કરી છે.
જયારે ધંધુકાના ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા છ મહિના પહેલાં ભાવ વધારો કર્યો હતો તેનો વિરોધ થયો હતો. તે સમયે વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી હારી જવાની બેકે આ ભાવ વધારો મોકૂફ રાખ્યો હતો. તે જ ભાવ વધારો 4થી મેના રોજ વિવિધ ખાતર ઉત્પાદક કંપની દ્વારા નવા ભાવો જાહેર કરીને સરકારે આપેલું વચન પાળ્યું નથી અને ગુજરાતના ખેડૂતોને આપેલ વચન લોલિપોપ સમાન સાબિત થયું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, નવા ભાવો જાહેર કર્યા બાદ માર્કેટમાં ડી.એ.પી. ખાતરની સપ્લાય કરવામાં આવ્યું નથી. જેથી કોઇ ડેપોમાં કે વિક્રેતા પાસે ડી.એ.પી. ખાતર મળતું નથી. હવે ચોમાસુ નજીક છે. ખેડૂતો માર્ચ મહિનાની 15 તરાખ પછી પાયાના ખાતર તરીકે ડી.એ.પી. ખાતરનો ઉપયોગ કરતાં હોય છે, પરંતુ ખાતર મળતું નથી. જેથી તાત્કાલિક ખેડૂતોને જોઇતા પ્રમાણમાં તમામ પ્રકારના ખાતરો ઉપલબ્ધ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કૃષિ મંત્રી આર.સી. ફળદુ વિનંતી કરી છે.
ફેસબુક માં જોડાવા ક્લિક કરો :- 👉www
0 Comments