ટૌકતે વાવાઝોડાએ પકડી રફતારઃ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ત્રાટકવાની સંભાવના


સૌથી પહેલાં 18 મેના રોજ ગુજરાતના તટ વિસ્તારને વાવાઝોડુ ધમરોળી શકે છે


નવી દિલ્હીઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ટૌકતે વાવાઝોડા (Tauktae Cyclone Gujarat) એ હવે રફતાર પકડી લીધી છે. તે 16 અને 19 મેની આસપાસ ગુજરાત સહિત 5થી વધુ રાજ્યોમાં ત્રાટકી શકે છે. હવામાન ખાતેએ ગુજરાત, કેરળ, ગોવા અને કોંકણ ક્ષેત્રમાં ભારે વરસાદ સાથે 175 કિમીની ઝડપે પવન ફૂંકાવવાનું એલર્ટ જારી કર્યું છે.

દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે. મેના ભર ઉનાળાના સમયમાં ઘણા રાજ્યોમાં કાં તો વરસાદ પડી રહ્યો છે. અથવાતો વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે. વાસ્તવમાં અરબી સમુદ્રમાં બની રહેલા લો પ્રેશરને કારણે દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં વાતાવરણ પલટાઇ રહ્યું છે.

હવામાન ખાતાએ આપેલી ચેતવણી મુજબ આ લો પ્રેશર 17 મે સુધી સુધી ભીષણ ચક્રવાતી વાવાઝોડા (Tauktae Cyclone Gujarat)માં તબદીલ થઇ શકે છે. જ્યારે 19 મે સુધીમાં વિવિધ ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે.

ટૌકતે વાવાઝોડુ ભારતીય તટ પર 18 મેના રોજ ત્રાટકવાની સંભાવના છે. સૌથી પહેલાં તે ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. તે પહેલાં લક્ષદ્વીપમાં 15 મેના રોજ ભારે વરસાદની સંભાવના છે. જોખમની સંભાવનાને જોતા ઘણા રાજ્યોમાં NDRFની 24 ટીમોને તહેનાત કરી દેવાઇ છે અને 29 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારતીય નૌકાદળે કોઇ પણ પરિસ્થતિને પહોંચી વળવા જહાજ, વિમાનો, હોલિકોપ્ટર, ગોતાખોર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને તૈયાર કરી રાખી છે.

16થી 19 મેન દરમિયાન વાવાઝોડુ ભયંકર બનવાની શંકા

હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું સો પ્રેશન શનિવાર પછી 24 કલાકમાં જ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ શકે છે અને 16થી 19 મે દરમિયાન તે ભયંકર સ્વરુપ લઇ તબાહી મચાવી શકે છે. શનિવારે દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં 20-40 કીમીની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ અસર થવાની સંભાવના છે. જેમાં કેરળ, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા (Tauktae Cyclone Gujarat)નો સમાવેશ થાય છે. હવામાન ખાતા મુજબ 17 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે. સાથે-સાથે ભારે વરસાદની પણ સંભાવના છે. તમામ રાજ્યોની સરકારોને રાહત અને બચાવના ઉપાયો માટે તૈયાર રહેવાનો આદેશ આપી દેવાયો છે.


Post a Comment

0 Comments