ગુજરાતમાં 18થી વધુ વય અને 45થી વધુ વયજૂથના મળીને કુલ 1,24,31,368 લોકોને વૅક્સિન અપાઈ ચૂકી છે. 18થી વધુ વયના લોકોને વૅક્સિન આપવામાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા ક્રમે છે.
ખાનગી રસીકરણ કેન્દ્રોમાં પ્રથમ ડોઝ લેનારા લોકોને સરકારી કેન્દ્રોમાં બીજા ડોઝ મફત
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે, ખાનગી વૅક્સિનેશન સેન્ટરમાં કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોધ લેનારા લોકોને સરકારી કેન્દ્રોમાં બીજો ડોઝ મફત આપવામાં આવશે. હાલ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45થી વધુ વયજૂથના લોકો જ તેનો ફાયદો ઉઠાવી શકશે. આ સુવિધા 30 એપ્રિલ કે તેની પહેલા વૅક્સિન લેનારા લોકોને જ આપવામાં આવશે.
0 Comments