મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અને ધારાસભ્ય નાના પટોલેએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના સીઈઓ (SII CEO) અદાર પૂનાવાલાની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પટોલેએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે પૂનાવાલાએ કોઈ સુરક્ષાની માંગ જ નથી કરી, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા પરાણે સુરક્ષા પૂરી પાડવાનો શું અર્થ છે? શું કેન્દ્રીય સુરક્ષા એજન્સી પૂનાવાલાની રેકી કરી રહી છે?
નાના પટોલેએ પત્રકાર પરિષદને સંબોધવા દરમિયાન કેન્દ્ર સરકાર પર સંગીન આરોપ લગાવતા જણાવ્યું કે, પૂનાવાલાએ ધમકી આપવાની વાત કહી હતી. એવામાં કેન્દ્રએ સ્પષ્ટ કરવું જોઈએ કે, તેમને કોણ ધમકી આપી રહ્યું છે?
પટોલેએ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો કે, આખરે કેન્દ્ર અને રાજ્યો માટે વૅક્સિનની બે અલગ-અલગ કિંમતો કેમ? શું આની પાછળ કોઈ ષડયંત્ર છે? આ વાતનો ખુલાસો થવો જોઈએ.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અદાર પૂનાવાલાએ ભારતમાં કોઈનાથી ડરવાની જરૂર નથી. દેશમાં કોઈ તેમને હાથ પણ નહીં લગાવી શકે. તેમની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસ ઉઠાવશે. તેઓ બેફિકર થઈને ભારતમાં પોતાનું વૅક્સિન ઉત્પાદનનું કામ ચાલુ રાખે.
0 Comments