કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની ટિકિટ પર સાલતોરા બેઠક પરથી ચૂંટણી લડનાર ચંદના બાઉરી (Chandana Bauri) ચર્ચાનો વિષય બની છે. રાજ્યમાં ભાજપ ભલે તૃણમૂલ કોંગ્રેસ સામે હારી ગયું હોય, પરંતુ સાલતોરા બેઠક પર ચંદના બાઉરીએ વિરોધી ઉમેદવાર સંતો મંડલને હરાવીને વિજય પ્રાપ્ત કર્યો છે.
ભાજપ નેતા સુનિલ દેવધરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ચંદના બાઉરીની (Chandana Bauri) જિંદગીભરની જમા પૂંજી માત્ર 31,985 રૂપિયા જ છે. તે સામાન્ય ઝૂંપડીમાં રહે છે અને ગરીબ મજૂરની પત્ની છે. ચંદના અનુસુચિત જાતિથી આવે છે અને તેની પાસે માત્ર 3 બકરી અને 3 ગાય જ છે.
ચંદના બાઉરીનો (Chandana Bauri) આ વિજય એવી મહિલાઓને પ્રેરિત કરવાની છે, જે ગરીબ પરિવાર સાથે સબંધ ધરાવે છે. તેમણે આ બેઠક પર જીત મેળવીની સાબિત કરી દીધુ કે, જીતવા માટે કોઈ પાર્ટીના પરિવારના સભ્ય, અમીર હોવું કે મોટી લાગવગ હોવું જરૂરી નથી. તેમના આ ઐતિહાસિક વિજયથી અનેક મહિલાઓને પ્રેરણા મળશે.
ચંદના બાઉરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ટિકિટની જાહેરાત પહેલા મને ખ્યાલ જ નહતો કે મને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે. અનેક લોકોએ મને ઑનલાઈન રજિસ્ટ્રેશન માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી, પરંતુ મને નહતો ખ્યાલ કે હું આ ઉપલબ્ધિ હાંસલ કરી શકીશ.
0 Comments